સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો જીવન એક નાટ્ય મંચ જ છે. અહીં દરેકે પોતાનું પાત્ર સુપેરે ભજવીને ચાલ્યાં જવાનું હોય છે. એક વખત યુધ્ધિષ્ઠિરને યક્ષે પૂછ્યું દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે? યુધ્ધિષ્ઠિરે વિનમ્રપણે જવાબ આપ્યો કે આ દુનિયા મરણશીલ છે છતાં એ મમત્વને છોડી નથી શકાતું એ સૌથી મોટું આશ્ચર્ય છે કારણ કે દરેક સમજે છે જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે. છતાં જીવન સાર્થક કરવાનું સમજતાં નથી!!! પરંતુ સાવરકુંડલા શહેરમાં વકીલાત ક્ષેત્રે મોટું નામ ધરાવતાં *સાવરકુંડલા શહેરનાં ખ્યાતનામ એડવોકેટ કલાબેન ત્રિવેદી કંઈક નોખી માટીના માનવી છે.* પોતાના વહાલસોયા પુત્ર ધ્રુવ ત્રિવેદીનાં જન્મ દિવસે જ તેમણે સમગ્ર માનવજાત માટે એક અનોખું દ્ર્ષ્ટાંત પૂરૂં પાડ્યું. લોકો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતાં જોવા મળે છે ત્યારે આ કલાબેને અહીં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ અને ડો. વડેરા સાહેબની ઉપસ્થિતિમાં પોતાનાં મૃત્યુ પામ્યા બાદ પોતાના તમામ ઓરગન્સનું દાન કરવાનો નિર્ધાર કર્યો છે. આમ મૃત્યુને મહોત્સવ બનાવી સમગ્ર સમાજને એક અનોખું દ્ર્ષ્ટાંત પૂરૂં પાડ્યું છે..ધન્ય છે એની માનવસેવાની ભાવનાને… *કિસીકી આંખકા નૂર બનકર, કિસીકે દિલમેં દિલ બનકર ધડકતે રહેંગેં.. રહે ના રહે હમ મહેંકા કરેંગે..!!*


