સુરત
સુરત સિટીમાં છેલ્લા છ દિવસમાં કોરોનાનં ૧૦૩ દર્દી ઝપેટમાં આવ્યા છે. જેથી સિવિલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના કોરોના નોડલ ઓફિસર કમ નવી સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગના ડો. અશ્વિનભાઈ વસાવાએ કહ્યું કે સિવિલની ૧૦૦૦ બેડની સ્ટેમસેલ બિલ્ડિંગના દસેદસ માળને જરૂરી સાધનસામગ્રી વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે સજ્જ કરવામાં આવી રહ્યા છે. ગંભીર હાલતમાં દર્દીઓ માટે બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે ૧૨૦ બેડ આઈસીયુમા વેન્ટિલેટર અને જરૃરી વસ્તુઓ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓમિક્રોના દર્દીઓ માટે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પાંચમા માળે આઈસીયુમાં ૫૦ વેન્ટિલેટર, ત્રીજા માળે શંકાસ્પદ દર્દીઓ માટે ૮૩ અને પાંચમા માળે પોઝિટિવ દર્દીઓ માટે ૧૦૦ બેડ, તો સાતમા માળે બાળકો માટે ૧૨૬ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે વેન્ટિલેટર સહિત જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. નવી સિવિલ ખાતે ગંભીર હાલતમાં દર્દીઓને સારવાર આપવા માટે કુલ ૮૫૨ જેટલા વેન્ટીલેટર છે. જેમાં ૭૫ જેટલા બગડેલા હોવાથી રિપેરીંગ કરાવવામાં આવી રહ્યા છે. જાેકે ૧૦૦જેટલા વેન્ટીલેટર વિવિધ આઇ.સી.યુ સહિતમાં વિભાગમાં મુકવામાં આવ્યા છે. જયારે ૬૫૦થી વધુ વેન્ટીલેટર મશીન તૈયાર રાખવામાં આવ્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ.સુરતમાં મોડે મોડે પણ પાલિકા તંત્ર જાગ્યું સુરત શહેરમાં હવે પાલિકા દ્વારા હવે અલગ અલગ ટિમો બનવીને સરપ્રાઈઝ ચેકીંગ કરવા આવશે. તેમજ કોઈ પ્રકારની બેદરકારી સામે આવશે તો એની સામે કાયદાકીય કરીવહી કરવામાં આવશે. સાથે વિશ્વમાં ભારે હોબાળો મચાવનાર ઓમિક્રોન વેરિયન્ટની સુરત સિટીમાં એન્ટ્રી થયા બાદ સિટીમાં કોરોનાની ગતિ વધી રહી છે. તેવા સમયે સુરત નવી સિવિલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગંભીર હાલતના દર્દીઓ માટે ૧૨૦ બેડનું આઈસીયુ તૈયાર કરવામાં આવ્યુ છે. આ સાથે ૧૦૦૦ બેડની સ્ટેમ સેલ બિલ્ડિંગમાં તમામ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
