ઓમિક્રોન વેરિએન્ટની દહેશતને પગલે સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ બન્યું છે જેના ભાગ રૂપે 6 વેન્ટિલેટર બેડ, 22 ઓક્સિજન બેડ તેમજ ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ રાખી દેવામાં આવ્યા છે.
જેતપુર માં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન મુદ્દે તંત્રએ તૈયારીઓનો દોર શરૂ કર્યો છે..માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો આ નવો વેરિએન્ટ એ ડેલ્ટ વેરિએન્ટ કરતા પણ ઘાતક છે ત્યારે આ વખતે આરોગ્ય વિભાગે અગાઉથી તૈયારીઓ શરૂ કર દીધી છે. જેના માટે કોવિડ હોસ્પિટલ પણ રિઝર્વ રાખવામાં આવી છે. જ્યારે જેતપુર સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ બન્યું છે જેના ભાગ રૂપે 6 વેન્ટિલેટર બેડ, 22 ઓક્સિજન બેડ તેમજ ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ રાખી દેવામાં આવ્યા છે. સમગ્ર તૈયારીઓની વાત કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નિકિતબેન પડીયાએ જણાવ્યું કે બીજી લહેરની સરખામણીએ તંત્ર સચેત છે જરૂર પડે તો સિવિલ વધુ સુવિધા ઉભી કરાશે, જેથી પ્રથમ અને બીજી લહેર દરમિયાન જે સમસ્યા સર્જાઈ હતી તે નહીં સર્જાઈ, ડોક્ટરના જણાવ્યા મુજબ ક્લાસ 1થી 4 સુધી તમામ સ્ટાફ ટ્રેનિંગ સાથે સ્ટેન્ડબાય રાખી દેવામાં આવ્યો છે.. જો કે વેક્સિનેશ સારુ એવું થયું હોવાથી અગાઉ કોરોનામાં પ્રથમ અને બીજી લહેર દરમિયાન જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવાઈ રહી હોય તેવું જણાવ્યું હતું..
હરેશ ભાલીયા જેતપુર


