Gujarat

ગીરગઢડાના નગડીયા નજીક રસ્તાની સાઇડમાં ઇલેક્ટ્રીક પોલ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત..

ઊના – ગીરગઢડાના નગડીયા ગામ નજીક રોડની સાઇડમાં ઇલેક્ટ્રીક વિજપોલ સાથે અચાનક બાઇક ધડાકાભેર અથડાતા બાઇક ચાલકની પાછળ બેસેલ યુવાનને ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળે મોત નિપજેલ જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજા થઇ હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કમલેશભાઇ ભનુભાઇ ખીમસુરીયાના રહે. તુલસીશ્યામ તેમજ વિશાલભાઇ કાળુભાઇ મકવાણા રહે. કડીયાળી તા.જાફરાબાદ જી.અમરેલી બન્ને બાઇક નં.જી.જે. ૧૪ એઆર ૦૧૯૭ પર તુલસીશ્યામ થી ધોકડવા ગામો નવરાત્રીના ગરબી જોય પરત ઘરે જતા હતા. ત્યારે વખતે નગડીયા પાસે રસ્તાની સાઇડમાં આવેલ ઇલેક્ટ્રીક પોલ સાથે અચાનક ધડાકાભેર બાઇક અથડાતા બાઇકમાં પાછળના ભાગે બેઠેલા કમલેશભાઇ ભનુભાઇ ખીમસુરીયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં ઢળી પડેલા અને હોસ્પીટલે સારવાર મળે તે પહેલાજ તેમનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક ચલાવનાર વિશાલ કાળુભાઇ મકવાણાને પણ શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડાયેલ છે. આ અંગે બાઇક ચલાવનાર વિશાભાઇ મકવાણા વિરૂધ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *