ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જીલ્લા ના સુત્રાપાડા તાલુકા નું બરુલા ગામ ગ્રામપંચાયત ની ચુટણી માં એકતા ની મિસાઈલ બનીયુ છે ગીર સોમનાથ જીલ્લો જ નહીં ગુજરાત રાજ્ય ના દરેક ગામ પ્રેરણા લઈ શકે તેવી એકતા ના દર્શન બરુલા ગામમાં થયા છે બરુલા ગામની અંદર આહીર સમાજ ની વસ્તી વધુ છે અને સાથે બીજા સમાજો પણ રહે છે *ગ્રામપંચાયત ની ચુટણીમા આહીર સમાજના જ બન્ને ઉમેદવાર સરપંચ પદે ઉમેદવારી કરી હતી* ચુટણી ના દિવસે બધા ઉમેદવારો મતદાન સમય પુર્ણ ના થયો તે *પહેલાં જ સાથે બેસી ને ચા પાણી પીધા* અને તે સમયે નક્કી કરવામાં આવ્યું કે જે પણ ઉમેદવાર ચુટણી જીતે કોઈ પણ જાતનો દેખાવો કરી ખોટી પ્રોબ્લેમ્સ ઉભી થાય નહીં તે માટે *કોઈ જાતનો દેખાવો કરવો નહીં કે રેલી કરવી નહીં જીતની કે ગલાલ ઉડાવો નહીં* તેમજ રીજટ જાહેર થાય ત્યારે તાલુકા મથક એ પણ કોઈ જાતનો દેખારો કરવો નહીં *એકદમ શાંતિ થી બધાએ સાથે મળી ઘરે આવતું રેહવા નું છે
કાલે ચુટણી નું રીજટ હતું તો દરેક ગામના લોકો સુત્રાપાડા બોહળી સંખ્યામાં હાજર હતા અને જે ગામના સરપંચ જીતે તે ખૂબ દેખારો કરતા હતા ખૂબ ગલાલ ઉડાડતા હતા અમુક ગામના તો ઢોલ વાળા ને બોલાવી ને આવીયા હતા પણ જયારે બરુલા ગામનું રીજટ જાહેર થયું ત્યારે ના કોઈ જાતનો દેખારો કે ના કોઈ ગલાલ ઉડાડે એકદમ શાંતીથી બધા બહાર આવ્યા અને સ્કુલ ની બહાર નીકળી ને નવદુર્ગા માતાજી ના મંદિર એ જીતેલા અને હારેલા બધા ઉમેદવારો ગામના આગેવાનો વડીલો અને યુવાનો સામ સામે રામ રામ મળીયા ગળે મળીયા અને બધા એ સાથે બેસી ચા પાણી પીધા અને ગામની એકતા ના દર્શન કરાવીયા ચુટણી નું રીજટ આવું અને ફકત 10 થી 15 મિનિટ ના સમય માં બધા એક સાથે આખું ગામ સાથે બેસી ને ચા પાણી પીધા અને સુત્રાપાડા માતાજી ના મંદિર નક્કી કર્યું કે કાલે સાંજે સમસ્ત ગામનું જમણવાર નું આયોજન કર્યું અને આજે સાંજે સમસ્ત બરુલા ગામ એક સાથે જમણવાર કરી ગુજરાત માં એકતા નો આજે ડંકો વગાડીયો છે
સુત્રાપાડા બરુલા ગામની એકતા ના દર્શન થાય અને મને તે ઘડી માં હાજર રેહવા નો મોકો મળ્યો બરુલા ગામની એકતા જોઈ ખૂબ આનંદ થયો અને ખૂબ ખૂબ ગર્વ થયો બરૂલા ગામના આહીર સમાજના આગેવાનો વડીલો અને યુવાનો એ ખૂબ ગૌરવ ની અને પ્રેરણાદાયી કામ કર્યું છે આજે સમસ્ત આહીર સમાજ ગૌરવ અનુભવે તેવી ઘટના બની છે
ભગવાન મુરલીધર અને સોમનાથ મહાદેવ ના ચરણોમાં પ્રાર્થના બરુલા ગામની એકતા કાયમ રહે તેમજ બીજા ગામનો પણ બરૂલા ગામ પાસે થી પ્રેરણા લેય દરેક ગામમાં આવી એકતા વધે તેવી શુભકામનાઓ


