જસદણ તાલુકાના મેઘપર ગામે શ્રીઠાકોરજી મંદિરમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી તેમજ શ્રીગણેશજી શ્રી હનુમાનજી ની ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મેઘપર ગામ સમસ્તના સાથ સહકારથી ઉજવાયો,
ભુપતભાઈ પૂર્ણવૈરાગી જનતા કી જાનકારી ન્યુઝ જસદણ
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં
પ્રથમ દિવસે દેહ સુધી કુંડ રચના સ્થાપન મૂર્તિ ધાન્યા ધિવાસ ના કાર્યક્રમો યોજાયા,
બીજા દિવસે ગણપતિ પૂજન સ્થાપના પૂજન ગૃહ શાંતિ મંદિર જલાભિષેક પ્રધાન હોમ , તેમજ શ્રી ભગવાન રામ લક્ષ્મણ જાનકી તેમજ શ્રીગણેશજી શ્રી હનુમાનજી ની મૂર્તિની નગરયાત્રા યોજાયેલ આ નગરયાત્રા મા મેઘપર ગામના તમામ લોકો ભાવવિભોર થઈને ભક્તિમય વાતાવરણમાં ઝુમી ઉઠયા હતા તેમજ આ નગર યાત્રામાં બહુ જ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા , ત્યારે આ ભગવાન ની નગર યાત્રા નો કંઈક અનોખો જ નજારો જોવા મળ્યો હતો,
તેમજ ત્રીજા દિવસે ગણપતિ પૂજન સ્થાપના પૂજન મૂર્તિ અભિષેક પ્રાણ પ્રતિષ્ઠા ત્યારબાદ મેઘપર ગામ રામજી મંદિર મા થાળ મહા આરતી કરી ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી તેમજ શ્રીગણેશજી શ્રીહનુમાનજી ના દર્શન ખુલ્લાં મુકવામાં આવ્યા હતા ત્યારે દરેક ભાવિક ભક્તો એ દર્શનનો લ્હાવો લય આશિર્વાદ મેળવ્યા હતા આ મહાયજ્ઞના આચાર્ય રામઅદા વ્યાસ રહીયા હતા કળશ અને ધજા રોહન ઉત્તર પૂજન મહાપ્રસાદ તેમજ બીડું હોમી ને મેઘપર ગામના તમામ લોકો ના સાથ સહકારથી
આ ધર્મ કાર્ય વૈદોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવ્યું
ભુપતભાઈ પૂર્ણવૈરાગી જનતા કી જાનકારી ન્યુઝ જસદણAttachments area


