ઊના – ગુજરાત પોલીસ ભરતીમાં લાયકાત ધરાવતા જીઆરડી દળના સભ્યને વધારાના ગુણ મળતાની સાથે વેતનમાં પણ વધારો કરવામાં આવે તેવી ભોજુભા એમ સાંખટે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગ કરી હતી. આગમી આવનારી પી એસ આઇ, એએસઆઇ, કોસ્ટેબલની ભરતીમાં લાયકાત ધરાવતા જી આર ડી તથા એસઆરડી સભ્યોને અમુક છુટછાટ આપવામાં આવે તેમજ જીઆરડી, એસઆરડી સભ્યનું વેતન હાલ રૂ.૨૦૦ છે. જે હાલ પેટ્રોલ ડિઝલ તેમજ અન્ય ચિજવસ્તુઓમાં મોધવારી વધી રહી છે. જેને ધ્યાને રાખી રૂ.૨૦૦માં ઘર પરીવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. ત્યારે જીઆરડી દરેક સભ્યો ઠંડી હોય કે વરસાદ, મેળાઓ, ચુંટણી, જાહેર કાર્યક્રમો સહીત કોઇપણ પરીસ્થિતીમાં પોલીસ સાથે ખંભે ખંભે મિલાવી પુરક પોલીસ તરીકે સેવા બજાવતા હોય પછી રાત હોય કે દિવસ આથી મોધવારી પ્રમાણે વેતનમાં પણ વધારો કરવા જરૂરી કાર્યવાહી કરી જીઆરડી તેમજ એસઆરડીના સભ્યોનો પગાર વધારો કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી
