ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના રેશનકાર્ડ સહીતની કામગીરી માટે મામલતદાર કચેરીએ પહોચતા હોય છે. અને અરજદારો મજુરી કામ છોડી આખો દિવસ કચેરીમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા હોય છે. પરંતુ ગીરગઢડા મામલતદાર કચેરીના કર્મચારી તેમજ ઓપરેટરો પાસે અરજદાર જઇ પોતાનું રાશન કાર્ડમાં ઓનલાઇન નામ જોવડાવતા રાશનકાર્ડમાં અટક બીજી જોવા મળતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. આમ એક નહી પરંતુ દશ જેટલા રાશનકાર્ડ ધારકો સાથે છબરડા થયેલ હોવાનું માલુક પડતા પુરવઠા વિભાગની બેદરકારી સામે રાશન કાર્ડ ધારકોમાં અનેક સવાલો ઉઠવા પામેલ છે.
ધોકડવા ગામે રહેતા અને રાશનકાર્ડ ધરાવતા ગુજ્જર મુકેશભાઇ કરશનભાઇ પોતાનું રાશન કાર્ડમાં સુધારા વધારા માટે ગીરગઢડા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના કર્મચારી અને ઓપરેટર પાસે જઇ તપાસ કરાવતા રાશન કાર્ડમાં ગુજ્જર મુકેશભાઇ કરશનભાઇ છે. જ્યારે ઓનલાઇન તપાસ કરાવતા બલદાણીયા મુકેશભાઇ કરશનભાઇ હોય આમ અટક બીજી જોવા મળતા અરજદારે નારાજગી વ્યક્ત કરી આ અંગે વાકેફ કરતાજ કર્મચારી અને ઓપરેટરો દ્વારા પોતાની મનમાની રીતે ગમેતે જવાબ આપી રાશનકાર્ડ ધરકને દબાવવા પ્રયાસ કરેલ અને ઓપરેટરને કોઈ પણ સવાલ કરેલ તો તે કહે છે કે તારે જ્યાં પણ કેવું હોય ત્યા કરી દે તેવુ કહી મારૂ કોઈ કાઈ બગાડી શકે એમ નથી. આવા જવાબ દેતા અનેક સવાલો ઉઠવા પામેલ છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો આ સીવાય વધુ ગળબળ રાશનકાર્ડમાં જોવા મળે તે વાતને નકારી શકાય..
