Gujarat

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગણેશ મૂર્તિ વિસર્જન માટે આયોજન કુંડ બનાવાશે

જૂનાગઢ મહાનગરમાં નાની મોટી કુલ 1200 જેટલી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના દર વર્ષે કરવામાં આવે છે. ગત વર્ષે કોરોના સંક્રમણના કારણે ગણપતિ મહોત્સવ બંધ રાખવામાં આવ્યો હતો તેમના આગલા વર્ષ 2019માં જુનાગઢ મનપા દ્વારા તાત્કાલીન આસી. કમિશ્નર પ્રફુલભાઇ સહિતના અધિકારીઓએ એક જ જગ્યાએ ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન થાય તે માટે ઇન્દ્રભારતીજીના વિશાળ 80×40 લંબાઇ-પહોળાઇ અને 6 ફુટ ધરાવતો કુંડ બનાવી જેમાં દેવાધિદેવ મહાદેવના પુત્ર ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન 1200થી વધુ મૂર્તિઓનું શાસ્ત્રોકત વિધિ સાથે કરવામાં આવ્યું હતું.

મનપાની વિવિધ બ્રાન્ચમાંથી અધિકારીઓ, કર્મચારીઓએ રાત-દિવસ સેવા આપી તરવૈયાઓ તેમજ ફાયર જવાનોએ બનાવેલા કુંડમાં દાદાનું વિસર્જન કરાવ્યું હતું.જેના કારણે દર વર્ષે કોઇને કોઇ નદીઓ તળાવ, ડેમમાં કોઇનો લાકડવાયો ઉંડા પાણીમાં ગરકાવ ન થઇ જાય તે માટે પર્યાવરણને અને વહેતા બે બંધીયાર પાણી પ્રદુષિત ન થાય તેની કાળજી લેવામાં આવતી હતી.

ઉપરાંત ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન વાજતે ગાજતે કર્યા બાદ તેની સેવા પૂજા, આરતી વગેરે કરી દાદાની મૂર્તિનું વિસર્જન ગમે ત્યાં ગમે તે રીતે કરવામાં આવતું હતું જે પાણી સુકાયા બાદ આ મૂર્તિઓ લોકોના પગ નીચે કચડાતી હોય ગાય, ભેંસ, પશુઓના ગંદા છાણમાં રઝડતી જોવા મળતી હોય જેથી હિન્દુ ધર્મની લાગણી દુભાતી હોય છે તેના કાયમી ઉકેલ માટે ભવનાથ રોડ પર કુંડ બનાવી એક જ જગ્યાએ ગણપતિ વિસર્જન કરવાનું મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આમ એક કાંકરે અનેક પ્રશ્ર્નો હલ થવા પામ્યા છે. કોઇ વ્યકિતનું ઉંડા પાણીમાં મૂર્તિ વિસર્જનમાં મોત ન થાય પીવાનું પાણી કે નદી, તળાવ, ચેકડેમનું પાણી પ્રદુષિત ન થાય, દાદાની આસ્થા સાથેની મૂર્તિ પગમાં ન કચડાય, ગંદકીમાં આખુ વર્ષ ન પડી રહે કોઇનો આત્મા ન દુભાય વગેરે બાબતોને ધ્યાને લઇ દરેક ગણપતિ મૂર્તિના સ્થાપકોએ એક જ જગ્યાએ વિસર્જન કરવા કમિશ્નર રાજેશ તન્નાએ જણાવ્યું છે.80 ફુટ લંબાઇ, 60 ફુટ પહોળાઇ, 6 ફુટ ઉંડાઇવાળા કુંડની સફાઇ શરૂ કરી દેવામાં આવી હોવાનું કલ્પેશભાઇ ટોળીયા, સેનેટરી ઇન્સ્પેકટર રાજુભાઇ ત્રિવેદી, પિનાકીનભાઇએ ‘સાંજ સમાચાર’ના પત્રકાર રાકેશ લખલાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

n312655874463072dfd3fb1960c164236525082b440d425fbbb4545679e5ab6976189f6a60.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *