જેતપુર લાયન્સ કલબ ના પૂર્વ પ્રમુખ ને શહેર ના પ્રથમ ગાયનેક ડોકટર સ્વ , ડો બકુલાબેન પ્રીયવત જોષી નામક અધ્યતન હોલ વિધીવત ખુલ્લો મુકાયો.જેતપુર લાયન્સ કલબ ના સૉત્તા ઈન્ટરનેસનલ લાયન ની ઘડકન સમા ડો.પ્રીયવત જોષી એ પોતાના અર્ધાંગિની બકુલાબેન ની સેવા નુ સદાવ્રત અપનાવીયુ હોય તેમ પોતાનુ બગીચા ની સામે ની ગલી મા આવેલ મકાન રીનોવેટ કરી જેતપુર લાયન્સ કલબ ને ડોનેટ કરીને બકુલાબેન સ્મૃતિભવન લાયન્સ કલબ ના ડી,ગવર્નર વંસત મોવલીયા ના વરદ હસ્તે ખુલ્લો મુકાયો.શહેરમાં તબીબ તરીકે સેવા બજાવતા અને સમાજ સેવાના રંગે રંગાયેલ સ્વ. બકુલાબેન જોષી જયારે કલબ પ્રમુખ બન્યા ત્યારે જીવદયા માટે પશુ હોસ્પીટલ બનાવવાનું સ્વપ્ન સેવેલ જે ચાંપરાજપુર રોડ પર પાંજરાપોળ ખાતે કાર્યરત થયેલ બાદ શહેરમાં પોતાની કિંમતી જમીન દાનમાં આપી ત્યાં મીટીંગ હોલ અને તેવો એકલ્પ કરેલ હોય તેમના અવસાન બાદ ડો. પી. સી. જોષીએ એ તે કાર્ય પૂર્ણ કરવા સાથે સાથે પોતે તબીબ હોય તેમના આઇ. એમ. એ.નો પણ મીટીંગ હોલ બને તેવુ નકકી કરતા બન્ને સંસ્થાને અતિ કિંમતી શહેરની મધ્યમાં આવેલ લાખો રૂપિયાની જમીનનું દાન કરી તેના ઉપર બન્ને સંસ્થાએ આધુનિક મીટીંગ હોલ બનાવેલ. અને કાર્ય પુર્ણ થતા લાયન્સ ડીસ્ટ્રીકટ ગર્વનેર વસંતભાઇ મોવલીયાના હસ્તે લા.ડો. બકુલાબેન સ્મૃતિભવન,લાયન્સ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ.આ રુડા અવસર.
ને લોકોની માનસપટ ઉપર કાયમ અંકિત રહે માટે જેતપુર લાયન ટીમના સુપ્રીમો દામજી ડોબરીયા અને તેની ટીમ એ એક સુંદર સમારોહ આયોજીત ક્યૉ હતો જેમા શહેર ના દરેક ક્ષેત્ર મહારથી ઓ ઉપસ્થીત રહયા હતા ને ડો,જોષીસાહેબ મા રહેલી ઉર મા ઉદારતા ને દિલ થી બીરદાવી હતી .
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર


