નવાગામ,
વિદેશી દારૂનો જથ્થો ટાટા ટેમ્પોમાં ભરી મોકલનાર અરમાન (રહે. વાપી) જેનાં પુરા નામ ઠામની ખબર નથી. અરમાનનાંં કહેવાથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો તલાસી હાઇવે પર આપી જનાર અજાણ્યો ચાલક, અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા હતા.હાઈવે નં ૪૮ પરથી ટાટા ટેમ્પોમાં વિદેશી દારૂ પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે કામરેજ તાલુકાના કઠોદરા ગામની સીમમાં અટકાવી તપાસ કરતાં ઘાસના ભૂસાની આડમાં વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે ૧૦ .૨૩ લાખનો દારૂ પકડ્યો હતો. ન્ઝ્રમ્ ગામ્ય પોલીસને મળેલી બાતમીથી ૧૦-૧૧-૨૦૨૧નાં સાંજે મુંબઇથી અમદાવાદ જતાં રોડ પર તપાસ કરતાં ઘાસચારાનાં ભુસુ ભરેલી પ્લાસ્ટીકની ગુણોની આડમાં છુપાવેલો ખાખી પુંઠાનાંં બોક્ષમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ી ન્ઝ્રમ્ પોલીસે ગણતરી કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની બાટલીઓ ટીન બિયર મળી કુલ નંગ ૭૩૩૨ કિંમત ૧૦૨૩૬૦૦ રૂપિયા ટાટા ટેમ્પોની કિંમત ૧૨ લાખ રૂપિયા ડ્રાઇવર પાસેનાં રોકડા ૩૪૦૦, ૨ મોબાઇલ રૂ. ૧૦૦૦ મળી કુલ ૨૨૨૮૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોનાં ચાલક મુનસીંગ તોલીયા ભુરીયા ભીલ (૪૫) (રહે. રામા ગામ ભુરીયાંફળીયું, તા કાલીવેલી. જિ જાંબુવા મધ્યપ્રદેશ)ની અટક કરી હતી.
