Gujarat

નખત્રાણામાં શિક્ષકોએ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો

ભુજ
નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પંચાયત કચેરી પાસે વિવિધ પડતર માંગ સાથે પ્રતીક ધરણાં પ્રદર્શન કર્યુ હતું. તાલુકાના ૨૫૦ જેટલા શિક્ષકો ધરણાં પ્રદર્શનમાં જાેડાયા હતા.શિક્ષક અગ્રણી દાનુભા જાડેજા, જિલ્લા કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા, ઘનશ્યામ પટેલ, ડી.કે.પરમાર , કેતન પટેલ, ટપુભા જાડેજા, પથુભા જાડેજા, વસંતબેન જાેશી, કંચનબેન વડોર, રામજી જાેશી, હર્ષદ રાવલ જાેશી, ચંપક રાવલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ તેમજ તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નો બાબતે તંત્રને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિભાગ તરફથી મળવાપાત્ર જૂની પેન્શન યોજનાની અમલવારી, સાતમા પગાર પંચના લાભો સમગ્ર દેશમાં સમાન રૂપે આપવામાં આવે અને ફિક્સ? પગારી યોજનાના હેઠળ શિક્ષકોને નિયમિત કરવા તથા રાંષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં શિક્ષકો વિરોધી જાેગવાઈ ઓ દૂર? કરવાની માગ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *