Gujarat

ભુજમાં ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયકલ રેલી યોજાઈ

ભુજ
સરકારના ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત અંતર્ગત સાયકલ થકી બેનચેપી રોગથી મુક્તિના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજમાં જનજાગૃતિનો સંદેશો ફેલાવવા સાયકલ રેલી યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ કારાએ ભાગ લેનારાઓને અભિનંદન આપી જણાવ્યું હતું કે, સરકારના ફીટ ઇન્ડિયાના સંકલ્પને નગરજનો સુધી પહોંચાડશે. સાઇકલ સવારી હેલ્થ માટે શ્રેષ્ઠ માધ્યમ છે. તેનાથી ફિટનેસનો સંદેશો ફેલાશે. બેઠાડુ જીવન અને પ્રદૂષણયુક્ત વાતાવરણમાં કસરત શ્રેષ્ઠ વિકલ્પ છે.એક સાઈકલ ચાલક દ્વારા ઓછામાં ઓછા ૧૦ વ્યક્તિ સુધી ફિટનેસનો સંદેશો પહોંચાડીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. સરકારના ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાતના સંદેશને સાઈકલ રેલીના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. બિનચેપી રોગોને દૂર કરવામાં સાયકલિંગ સારી કસરત છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, સાઈકલિંગ દ્વારા એક વ્યક્તિ બીજાને પણ સ્વસ્થ રહેવાનો સંદેશ આપશે. પોતે સ્વસ્થ રહી અને બીજાને ફિટનેસ તરફ લઈ જઈએ સરકારનો આ પ્રયાસ છે જે આવા કાર્યક્રમો થકી લોકો સુધી સંદેશો પહોંચાડીશું. કોવીડ-૧૯ માં તંદુરસ્ત અને ફિટ વ્યક્તિ સ્વસ્થ રહ્યાં હતા. વાઇરલ ડિસીઝમાં સાયકલિંગ અને યોગ, પ્રાણાયામ જેવી વિવિધ કસરતોથી બિનચેપી રોગોને માત આપી શકાય છે. સરકારનો સ્વસ્થ ભારતનો સંદેશ આવી રેલી દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ સાયક્લોથોનમાં બાળકો, યુવાનો, યુવતીઓ અને નગરજનો સાઇકલ સવાર તરીકે ઉત્સાહભેર જાેડાયા હતા. આ રેલી પ્રસ્થાનમાં ડો. અમીન અરોરા, ડો કિશોરકુમાર, વિપુલ દેવમુરારી, ડો આશિષ પટેલ, ડો. વૈશાલી ડાભી, કિશોરસિંહ જાડેજા તેમજ સાયકલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યના કચ્છ જિલ્લાના લાયઝન અધિકારી ડેપ્યુટી ડાયરેક્ટર એમ.સી.એચ. ડો. રાકેશ વૈદ્યએ વિવિધ રમતો થકી ફીટ રહેવા જણાવ્યું હતું. યોગ-પ્રાણાયામ, સ્વિમિંગ, સાયકલિંગ જેવી તેમજ વિવિધ રમતો દ્વારા સારી કસરત થાય છે. શિસ્તબદ્ધ જીવનશૈલી માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. આ રેલી દ્વારા ફીટ ઇન્ડિયાનો સંદેશો લોકો સુધી પહોંચશે એમ પણ તેમણે કહ્યું હતું.

Bicycle-rally-held.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *