નવસારી
નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૧૮ જેટલી પ્રાથમિક શાળામાં પણ ૧૦૦ કલાકનું સમય દાન આપવા શિક્ષણ વિભાગની સૂચના આવતા ૧૫ ડિસેમ્બરથી ૧૫ એપ્રિલ-૨૦૨૨ સુધીમાં ૧૦૦ કલાક શિક્ષણ કાર્ય ઉપરાંત આપવા જણાવ્યું હતું. જેને લઈને ૧૮ શાળાના ૧૫૦થી વધુ શિક્ષકો શાળાના સમય પહેલા અને પછીના ૧ કલાક વધારાનું શિક્ષણકાર્ય કરી રહ્યાં છે. કોરોનાની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ ધોરણ- ૧ અને ૨ નો અભ્યાસ કર્યા વગર સીધા ધોરણ-૩માં પ્રવેશ કર્યો છે, તેમનું પાયાનું શિક્ષણ ખુબ જ નબળુ રહ્યું છે. આવા બાળકોને વિશેષ સમયદાન આપી તેમની પાયાની કચાશ દૂર કરવી જાેઈએ. આ માટે સમયદાન દરમિયાન વાંચન, લેખન-ગણનને કેન્દ્રમાં રાખી શિક્ષણકાર્યમાં અગ્રતા આપવી જરૂરી છે. ધોરણ- ૬થી ૮ માં વિષયવાર આયોજન માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા લર્નિંગ લોસ અંતર્ગત જરૂરી મહત્વના કઠિન બિંદુઓની તારવણી કરી વિશેષ શિક્ષણ કાર્ય માટે શાળા કક્ષાએ વ્યવસ્થા કરવાની રહેશે. સમયદાન પૂર્ણ કર્યા બાદ કસોટી દ્વારા પોતાની કામગીરીનું સ્વ-મૂલ્યાંકન કરવાનું રહેશે. કોરોના મહામારી દરમિયાન ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ની પરિસ્થિતિને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે બાળકોના શૈક્ષણિક સિદ્ધિ સ્તરમાં ઘટાડો થયો હોવાની સંભાવના છે. જેની ક્ષતિપૂર્તિ માટે વિશેષ પ્રયત્નો કરવાની જરૂરીયાત પ્રસ્થાપિત થાય છે, જે અંગે સક્રિય વિચારણા હાથ ધરી લર્નિંગ લોસ ઘટાડવા શિક્ષકોને સ્વૈચ્છિક સમયદાન માટે શિક્ષણ વિભાગે અપીલ કરી હતી. જેને લઈને નવસારી શિક્ષણ સમિતિ સંચાલિત ૧૮ શાળાના ૧૫૦ શિક્ષક પોતાની ફરજ સમજીને વધારાના ૧૦૦ કલાક શિક્ષણનું દાન આપી રહ્યાં છે.
