પાટણ
પાટણ શહેર સહિત પંથકમાં કડકડતી ઠંડીનો ચમકારો જાેવા મળતા તેની અસર જનજીવન પર પડી રહી છે. ત્યારે શહેરના ચતુર્ભુજ બગીચામાં રહેતા એક વૃદ્ધનું કડકડતી ઠંડીમાં ઠુઠવાઈ જવાથી મોત થયું હતું. જેની જાણ પાટણ કોર્પોરેટર ભરત ભાટિયાને થતા તેમણે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી. તો બીજી તરફ ઠંડી સામે રક્ષણ મેળવા લોકો તાપણા અને સ્વેટરનો સહારો લેતાં જાેવા મળ્યા હતા.પાટણ સહિત સમગ્ર પંથકમાં ઠંડીનો જાેરદાર ચમકારો વર્તાઈ રહ્યો છે. શિયાળાની મોસમ જામી હોય એમ કડકડતી ઠંડી શરૂ થતાં જનજીવન પર તેની અસરો જાેવા મળી રહી છે. જાે કે આ હાડ થીજવતી ઠંડીના કારણે શહેરના ચતુર્ભુજ બાગમાં સુઈ રહેલા એક વૃદ્ધનું ઠંડીમાં ઠુઠવાઈ જવાના કારણે મોત થયું હતું.
