*ભાવનગર શહેરમાં પ્રથમ વખત સિન્થેટિક કોર્ટ પર લોન ટેનિસનું ટુર્નામેન્ટનું થનાર આયોજન*
ભાવનગરની સર્વે રમત પ્રેમી જનતાને અનુલક્ષીને શ્રી અશોક કુમાર IPS, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ દ્વારા શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સિન્થેટિક ટેનિસ કોર્ટ પર ટેનિસ રમતની ૧ અઠવાડીયાની લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ તા.૨૪/૦૭/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી રમાશે. જેમાં ભાવનગર, મહેસાણા, બોટાદ, ગાંધીનગર, અમરેલી, અમદાવાદ તથા ગુજરાતના અન્ય શહેરોમાંથી સ્પર્ધકો ભાગ લેનાર છે. જેમાં ૧૨ વર્ષથી લઇને ૭૨ વર્ષ સુધીના પુરૂષ તથા મહિલા કેટેગરીમાં લગભગ ૧૦૦ વધારે સ્પર્ધકો ભાગ લેશે અને અંદાજે ૪૦૦ મેચ રમાશે. સમગ્ર સ્પર્ધાનું આયોજન સીદસર રોડ, પર આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની સિન્થેટિક ટેનિસ કોર્ટ પર આયોજન થનાર છે. આ ટુર્નામેન્ટમાં ભાવનગર રેન્જ IGP શ્રી, ભાવનગર કલેક્ટરશ્રી યોગેશ નીરગુડે, DRM શ્રી પ્રતિક ગોસ્વામી, જોઇન્ટ કમિશ્નર શ્રી મંજુનાથ.ટી. (IGST) તથા PGVCL AGM શ્રી વી.એમ.નિસારતા નાઓ ઉત્સાહથી ભાગ લેનાર છે. આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન તા.૨૩/૦૭/૨૦૨૧ના સાંજના ક:૦૪/૦૦ સુધી કરાવી શકાશે. આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરવા માટે સૌરભ મિશ્રાના મો.નં.૯૯૭૮૮૧૭૫૯૫ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
