મોરબી
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ પુરજાેશમાં ચાલી રહ્યો છે. જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે આજે સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયા છે અને આગામી ૪ ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. જિલ્લામાં કુલ ૩૫૮ ગ્રામ પંચાયતમાંથી મોરબી તાલુકાની ૮૭, માળીયા (મી) તાલુકાની ૩૭, ટંકારા તાલુકાની ૪૨, વાંકાનેર તાલુકાની ૮૩ અને હળવદ તાલુકાની ૬૬ મળીને કુલ ૩૧૫ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે.
આ માટે તંત્રએ તમામ તૈયારીઓ પણ કરી લીધી છે અને ૫ ગામ વચ્ચે એક ચૂંટણી અધિકારી અને આસી. ચૂંટણી અધિકારીની નિમણુંક કરી દેવાય છે. નજીકના સ્થળે ફોર્મ ભરવાનું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. હાલ એકાદ બે ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જાેકે, વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે જાેરશોરથી પ્રયાસ ચાલી રહ્યા છે.
રાજ્યની સાથે મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લાની ૩૧૫ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે સોમવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ફોર્મ પ્રક્રિયા સહિતની કામગીરી માટે સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
