Gujarat

મોરબીમાં લૂંટ કરનાર બે શખ્સો દિલ્હીથી પકડાયા

મોરબી
મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને રવાપર ચોકડી નજીક આંતરી લઈને બે બાઈકસવાર ઇસમોએ મરચાની ભૂકી છાંટી પૈસા ભરેલ થેલામાંથી રોકડ લૂંટનો પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનારે પ્રતિકાર કરતા રિવોલ્વર જેવા હથિયાર કાઢી અમુક રકમની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા હતા જે બનાવને પગલે પોલીસે ગુન્હો નોંધી વિવિધ દિશામાં ટીમો બનાવી તપાસ ચલાવી હતી રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની સુચના હેઠળ મોરબી એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમે તપાસ ચલાવી હતી જેમાં ગુન્હામાં વપરાયેલ બાઈક સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના લુણા ગામના વિરમભાઇ રતાભાઈ કોળીનું હોવાનું ખુલતા તપાસ ચલાવી હતી જેમાં બંન ઈસમો વિરામ કોળીના દાદા ગોરધનભાઈ અને તેના ભાઈ ગોકળભાઈના અસ્થી વિસર્જન માટે કાકા કાનજીભાઈ અને હરજીભાઈ સાથે બસમાં બેસી હરિદ્વાર ગયા હોવાનું ખુલ્યું હતું. તેમજ ટેકનીકલ ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓનું પગેરું દિલ્હી અને હરિદ્વાર હોવાનું ખુલતા મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, એ ડી જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમો દિલ્હી અને હરિદ્વાર રવાના કરવામાં આવી હતી જેમાં આરોપી જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઈ પટેલ રહે બંગાવડી તા. ટંકારા અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસિંગ રાજપૂત રહે હાલ સુરત મૂળ યુપી વાળો દિલ્હી ખાતેથી મળી આવતા બંને આરોપીની ઝડતી તપાસ કરવામાં આવી હતી જેમાં લૂંટના ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર અને રોકડ રૂપિયા મળી આવ્યા હોય જેથી દિલ્હી પોલીસ દ્વારા બંને ઈસમો વિરુદ્‌ઘ ગેરકાયદેસર હથિયાર અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓનો કબજાે મેળવવા કાર્યવાહી ચાલતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.મોરબીમાં ધોળા દિ’એ રિવોલ્વરની અણીએ લૂંટ કરી ફરાર થઇ ગયેલા બે શખ્સોને મોરબી પોલીસે દિલ્હીમાંથી ઝડપી લઇ બંનેનો કબ્જાે મેળવવા કવાયત હાથ ધરી છે. ઝડપાયેલ બે આરોપીઓ પૈકી સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસિંગ રાજપૂત નામનો શખ્શ અગાઉ સુરત અને લીંબડી ખાતે લૂંટ, મારામારીના ગુન્હામાં પકડાયો હોવાનું ખુલ્યું છે તો ગુન્હામાં વપરાયેલ બાઈક વિરમભાઇ રતાભાઈ કોળીનું હોવાનું ખુલ્યું હતું અને બાઈક પણ રીકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.

morbi-in-Robbery-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *