Gujarat

રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સનો ઉપયોગ કરનારની ધરપકડ ઃ એસઓજી દ્વારા તજવીજ

રાજકોટ,
રાજકોટની અમિ નામની યુવતીને આ ચુંગાલમાંથી છોડાવવા માટે પોલીસે પ્રથમ તેની સારવાર કરાવી હતી. સ્વસ્થ થયેલી યુવતીએ પોતાને આ ચુંગાલમાંથી છોડાવવા બદલ પોલીસનો આભાર માન્યો હતો. અને અધિકારીઓ સમક્ષ પોતાને પોલીસમાં ભરતી થઇ યુવક યુવતીઓને આ દુષણથી બચાવવા હોવાનું કહ્યું હતું૨૧ દિવસ બાદ ત્રણેયના બ્લડ સેમ્પલમાં મેફેડ્રોન નામના નશીલા દ્રવ્યનું સેવન કર્યાનું તેમજ તે માદક પદાર્થ મેફેડ્રોન હોવાનો રિપોર્ટ આવ્યો હતો. ગાંધીનગર એફએસએલનો રિપોર્ટ આવી જતા સ્પે.ઓપરેશન ગ્રૂપે યુવતી સહિત ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણ પૈકી મેફેડ્રોનના ઇન્જેક્શન ઘાંચીવાડનો ઇરફાન પટ્ટણી લઇ આવ્યો હોય તે નશીલા દ્રવ્યો ક્યાંથી, કોની પાસેથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ પીઆઇ આર.વાય રાવલે જણાવ્યું છે.રાજકોટ શહેરના યુવાનો નશીલા દ્રવ્યોનું સેવન કરવાના રવાડે ચડી તેમની જિંદગી બરબાદ કરી રહ્યાં છે. ત્યારે એક મહિના પહેલા રાજકોટ રહેતા અલ્કાબેન અંબાસણા નામની મહિલાએ તેનો પુત્ર અને તેની પૂર્વ પુત્રવધૂ બંને ડ્રગ્સના રવાડે ચડી ગયા બાદ પુત્ર ઘર છોડી જતો રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. સ્પે.ઓપરેશન ગ્રૂપની તપાસ દરમિયાન મહિલાનો પુત્ર આકાશ મનોજભાઇ અંબાસણા, આકાશની પૂર્વ પત્ની અમી અને ઘાંચીવાડમાં રહેતો ડ્રગ્સ પેડલર ઇરફાન અબ્બાસ પટ્ટણીને રેસકોર્સ રિંગ રોડ પર આવેલી શિવશક્તિ હોટેલના રૂમ નં.૩૦૧માંથી નશીલા દ્રવ્યો ભરેલા બે ઇન્જેક્શન, એક ખાલી ઇન્જેક્શન તેમજ ત્રણેએ તેનો નશો કરેલી હાલતમાં તા.૨૨-૧૦-૨૦૨૧ના રોજ મળી આવ્યા હતા. પોલીસે તે સમયે નશીલા દ્રવ્યો કબજે લઇ ત્રણેયના બ્લડ સેમ્પલ મેળવી ગાંધીનગર એફએસએલ ખાતે પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.

mefedron-in-rajkot.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *