Gujarat

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક થઈ

રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા ૧૧૦૦ રૂપિયાના ભાવથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી આમ છતાં પણ મોટા ભાગે ખેડૂતો ઓપન માર્કેટ માં મગફળી વહેંચવા પસંદ કરી રહ્યા છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડના ડિરેક્ટર અતુલ કમાણી એ જણાવ્યું હતું કે આજે ઓપન બજારમાં આવતી મગફળીમાં ખેડૂતોને રૂપિયા ૯૦૦ થી ૧૧૨૫ જેટલા ભાવ મળી રહે છે. બીજી તરફ તત્કાલ આવક થતા રવિ પાકના વાવેતરમાં રૂપિયા ઉપયોગી થાય માટે ખેડૂતો ઓપન બજારમાં મગફળી વહેંચવાનું પસંદ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે પણ રાજકોટ યાર્ડમાં મગફળીની મબલક આવક થવા પામી હતી આ સમયે પણ વાહનોની લાંબી લાઇનો યાર્ડની બહાર જાેવા મળી હતી. યાર્ડના ચેરમેન જયેશ બોધરા બન્યા બાદ પ્રથમ વખત મગફળી આવક શરૂ થતા સમયે ૧૦ જેટલા વાહનો અધ્ધવચ્ચેથી ઘુસતા તે તમામને ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તથા આ વાહનોની મગફળી ૧૦ દિવસ પછી માર્કેટયાર્ડ માં ઉતરવા દેવા ર્નિણય કર્યો હતો.રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં હજુ પણ ખરીફ પાકની સીઝન ચાલતી હોય તેમ યાર્ડમાં મગફળીની મબલક આવક જાેવા મળી રહી છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડ બહાર આજે ફરી વાહનોની ૧ કિ.મી. લાંબી લાઇનો જાેવા મળી હતી. આજે માવઠા ની આગાહી વચ્ચે ચાલુ મહિનામાં સતત ત્રીજી વખત આજે મગફળીની આવક કરવા જાહેરાત પગલે ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઇ માર્કેટ યાર્ડ ખાતે વહેંચવા પહોંચ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ચાલુ મહિનામાં સતત ત્રીજી વખત એક લાખ ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવક થવા પામી હતી. ફરી માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદી જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઇ યાર્ડ પહોંચતા માર્કેટિંગ યાર્ડની બહાર દૂર દૂર સુધી વાહનોની લાંબી લાઇનો જાેવા મળી હતી. ગઈકાલે રાત્રે વાહનોને પ્રવેશ આપી આજે સવારે રાબેતા મુજબ બજાર ખુલતા મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *