અમદાવાદ
ગુજરાતની યુનિવર્સિટીઓ પાસે જાેઇતું હોય એવું તમામ પ્રકારનું ભૌતિક સંસાધન ઉપલબ્ધ છે. ત્યારે, આવનાર સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આંતર માળખાકીય સુવિધાઓને વધુ બહેતર બનાવી ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિંગ હાંસલ કરે તે માટે આગામી ચાર વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરાશે.યુનિવર્સિટીઓમાં ડેટા એનાલિસીસ સંસાધનો, ડેટા કલેક્શન અને નવા સંશોધન માટે હાયર એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી સેન્ટર ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાંથી જ વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીઝ લિંકેજ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર બનાવી સ્થાનિક કક્ષાએ યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવશે.કેવડિયા ખાતે બિલ્ડિંગ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી નામના બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિઓ ઉપસ્થિત રહ્યાં છે. આ કાર્યક્રમમાં રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક દરજ્જાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે. રાજ્યના વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોને ગ્લોબલ અને નેશનલ રેન્કિંગમાં લાવવા શિક્ષણવિદો દ્વારા વિચારમંથન થશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યના વિશ્વવિદ્યાલયોને વૈશ્વિક કક્ષાએ ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત શિક્ષણ ક્ષેત્રે નવા સિમાચિહ્નો સર કરે તે માટે શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે હૈદર જણાવ્યું છે કે, ભારતીય શિક્ષણ પ્રણાલી એ ૮૦૦ યુનિવર્સિટીઓ, ૩૯ હજાર કોલેજ અને ૨૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ છે.ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવા અભ્યાસક્રમો-ડિગ્રીઓ ઓફર કરે છે જે ગુણવત્તાની દ્રષ્ટીએ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક છે, ત્યારે આ સેમિનાર વૈશ્વિક બજારમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સ્પર્ધાત્મક બનાવશેસાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની રેંક જાેઇને પ્રવેશ લેતા થયા છે. ત્યારે, વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને આપણે એવી રીતે બહાર લાવીએ કે વિશ્વભરના લોકો પૂછે કે આ છાત્ર કઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે? સંશોધન અને નવી ટેક્નોલોજીના આવિષ્કાર થાય એવા શૈક્ષણિક વાતાવરણનું સર્જન કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ માટે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને અનુરૂપ કામ કરવાથી યુનિવર્સિટીઓ પોતાનો નિર્ધારિત લક્ષ્યાંક પદ્ધતિસરના પગલાંઓ સાથે હાંસલ કરે એ જરૂરી છે.
