અમદાવાદ
આજથી શરૂ થયેલા અભિયાનમાં પ્રથમ તમામ યુનિવર્સિટીમાં જઈને સમજણ આપવામાં આવશે. જે બાદ કોલેજ કેમ્પસમાં જઈને અભિયાન શરુ કરવામાં આવશે અને સતત અભિયાન ચાલુ રાખીને ડ્રગ્સ અને અન્ય નશાકારક દ્ર્વ્યો અંગે માહિતી આપવામાં આવશે. ઉપરાંત તમામ કોલેજ અને યુનિવર્સિટીને પણ આ પ્રકારનું જાગૃતિ માટેનું અભિયાન ચલાવવા માંગણી કરવામાં આવશેગુજરાત કેટલાક સમયથી ડ્રગ્સને લઈને ચર્ચિત છે. ગુજરાતમાં છેલ્લા ૩ મહિનામાં અનેક કિલો ડ્રગ્સ પકડાયું છે ત્યારે યુવાઓમાં જાગૃતિ આવે તે માટે દ્ગજીેંૈં દ્વારા નશામુક્ત અમદાવાદ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં કોલેજ અને યુનિવર્સિટીમાં જઈને વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશાકારક વસ્તુઓ અંગે સમજાવવામાં આવશે અને તેનું સેવનના કરવામાં આવે તે પણ સમજાવવામાં આવશે. દ્ગજીેંૈં દ્વારા શરુ કરાયેલ નશા મુક્ત અમદાવાદ અભિયાનમાં આજે ય્ન્જી યુનિવર્સિટી ખાતે જઈને વિદ્યાર્થીઓને સાથે રાખીને ડ્રગ્સ અંગે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા, ઉપરાંત ય્ન્જી યુનિવર્સિટી પાસે પણ વિદ્યાર્થીઓ માટે અભિયાન ચલાવવા, કાઉન્સેલિંગ સેન્ટર શરુ કરવા માંગણી કરવામાં આવી હતી.


