એ વાતમાં કોઈ શક નથી કે, લગ્ન યુવક અને યુવતી બંનેના જીવનનો એવો તબક્કો છે જેમાં પ્રેમ-વિશ્વાસ અને એડજસ્ટમેન્ટની સાથે સાથે ઘણી ભાવનાઓ છુપાયેલી હોય છે. એક તરફ જ્યાં લગ્નને લઈ મનમાં ઘણી ઇચ્છાઓ હોય છે. બીજી તરફ નવા પરીવારની રહેણી-કરણીમાં ઢળવાને લઈ ઘણી વાતો ચાલતી રહેતી હોય છે. આ જ એક કારણ છે કે, લગ્ન પછી તમારા જીવનસાથી ઉપરાંત પુરા પરિવારના સભ્યો સાથે જોડાવું પડે છે જે તમારા લગ્નજીવન પર ઘણી અસર કરે છે.
પરિવારજનોની મંજૂરી જરૂરી
એરેન્જ મેરેજ હોય કે, લવ મેરેજ જો તમે તમારા જોડીદાર સાથે સરળતાથી લગ્ન કરવા ઇચ્છો છો તો આ માટે તમારે બંનેએ પોતાના પરિવારજનોને મનાવવા પડશે. લગ્ન ક્યાં, ક્યારે અને કેવી રીતે થશે, આ માટે બંને પરિવારોમાં ચર્ચા થઈ શકે છે પરંતુ તેમાં સંતાનોની કેટલી મંજૂરી છે તે વાતનું ધ્યાન રાખવામાં નહીં આવે. જોકે, એવા લોકોએ ક્યારેય એ ન ભુલવું જોઇએ કે, લગ્ન યુવક-યુવતી બંને માટે જીવનના સૌથી મહત્ત્વના પડાવમાંથી એક છે. જેમાં તેમની ઇચ્છાઓ-નિર્ણય અને પસંદગીને પ્રાથમિકતા આપવી જોઇએ.
પુત્રવધુઓ માટે અલગ-અલગ મત
ભલે તમારી પુત્રવધુ ગમે તેટલી સારી કેમ ન હોય પરંતુ પરિવારના બીજા લોકો હંમેશાં એ વાત જાણવા માટે ઉત્સુક રહે છે કે, નવપરિણીતાને રાંધતાં આવડે છે કે નહીં. પોતાના સાસુ-સસરાનું સન્માન કરે છે કે નહીં. પુત્રવધુને દિવસે ઉંઘવાની ટેવ છે કે નહીં. જોકે, તમારો વ્યવહાર પોતાની સાસરીના લોકો સાથે સારો છે તો તેનાથી બીજી સારી વાત કોઈ નથી. જોકે, પરિવારના અન્ય સભ્યોએ પણ સમજવું જોઇએ કે, વધુ દખલ કરવાથી સંબંધો બગડી શકે છે.
પર્સનલ સ્પેસને લઈ ઝઘડો
ભલે તમે ગમે તેટલું કમતાં હોવ પરંતુ ઘરની વહુ પાસે હંમેશાં એ વાતની આશા રાખવામાં આવે છે કે, તે ઓફિસથી આવ્યા બાદ ભોજન બનાવે. એટલું જ નહીં કેટલાક પરિવારમાં એવા નિયમ પણ બનાવવામાં આવે છે કે, ઓફિસથી ઘરે આવ્યા બાદ વહુ તમામ જવાબદારી ઉઠાવે. જેના કારણે ઘણી યુવતીઓને પોતાનું કામ છોડવું પડતું હોય છે.
પોતાની કમણી શેર કરવી
પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું એક કારણ યુવતીની કમાણી પર પોતાનો હક કરવો પણ છે. એવું એટલા માટે કે જો વહુ વર્કિંગ છે અથવા તેની પાસે અલગ બેન્ક એકાઉન્ટ છે કે, પછી તેણે પોતાના પિયરમાંથી રોકાણ માટે મદદ કરી છે તો તેની પાસે હંમેશાં એવી આશા રાખવામાં આવે છે કે, તે પોતાની કમણીનો બાકીનો ભાગ પોતાના સાસરીના લોકો પર ખર્ચ કરે. એટલું જ નહીં સાસરીના લોકો એવી આશા રાખે છે કે, વહુ પોતાના બેન્ક બેલેન્સના દરેક ટ્રાન્જેક્શનની જાણ કરે. જો ક્યારેક મહિલા પોતાના પતિથી વધુ કમાતી હોય તો તે પોતાના પતિ અને તેના પરિવારજનોથી મહેણાં-ટોણાં પણ સાંભળતી હોય છે.

