Gujarat

લાંભા વોર્ડના મહિલા કોર્પોરેટરના પતિએ ફેકટરી માલિક અને એકાઉન્ટન્ટ સાથે મારામારી કરી

અમદાવાદ
અમદાવાદના લાંભા વોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર ડો. ચાંદનીબેન પટેલના પતિ તેજસ પટેલની દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે. નારોલના શાહવાડી ગામમાં રણહટવાસમાં રહેતા કિર્તીભાઈ શેઠ અંબિકા પોલીફિલ નામની પ્લાસ્ટિકની ફેકટરી ધરાવે છે. ૧૦ વર્ષથી પ્લાસ્ટિક ગેન્યુઅલ બનાવવાનું કામ કરે છે. તેજસભાઈ પટેલ મારી પાસે પૈસાની માંગણી કરે છે. મેં કાયદેસર ડ્રેનેજ કનેકશન લીધું છે છતાં તેને કાપવા માટે અધિકારીઓ પર દબાણ કરે છે પરંતુ મેં કાયદેસર કનેકશન લીધું છે. તેજસભાઈ પટેલ અને તેમના માણસો ૨૩ ડિસેમ્બરના રોજ મારી ફેકટરી પર આવ્યા હતા અને એકાઉન્ટન્ટ પાસે પૈસાની માગણી કરી હતી જેથી એકાઉન્ટન્ટે મને ફોન કરવા કહ્યું હતું તે દરમ્યાનમાં તેજસ પટેલ અને તેના માણસોએ એકાઉન્ટન્ટને મારી જ ફેકટરીમાંથી બહાર કાઢ્યો હતો. દરમિયાનમાં મારો પુત્ર અનિકેત પણ ત્યાં પહોંચી જતા તેની સાથે બોલાચાલી કરી હતી અને ૧૦૦ નંબર પર જાણ કરતા નારોલ પોલીસ આવી હતી. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં બે લોકોને વચ્ચે રાખી અને હવે ફરી આવી ઘટના નહીં બને કહેતા અમે ફરિયાદ કરી ન હતી પરંતુ બીજા દિવસે એટલે કે ૨૪ ડિસેમ્બરના રોજ ફરી તેજસ પટેલ તેમના માણસો સાથે આવ્યા હતા જેથી અમારા સિક્યુરિટી ગાર્ડે દરવાજા બંધ કરી દીધા હતા. અમે કાયદેસર ડ્રેનેજનું કનેકશન લીધું છે અને મારી ફેકટરી પાસે કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન નાખવામાં આવતા મેં તેમાં જાેડાણ માટે કોર્પોરેશનમાં જાણ કરી હતી. મારે પ્લાસ્ટિકનું કામ છે અને કેમિકયુકત કે ગંદુપાણી નથી ફેક્ટરીમાંથી જતું માત્ર ટોયલેટ વપરાશ માટે જ ડ્રેનેજ જાેડાણ છે. તેજસ પટેલ દ્વારા આ રીતે પૈસા માંગી ધાકધમકી આપવામાં આવતા તેઓએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે જે મામલે પોલીસ દ્વારા તેમને બોલાવશે બાદમાં કાર્યવાહી કરશે. પોલીસને આપેલી ફરિયાદમાં તેઓએ નારોલ ગામમાં રહેતા તેજસ પટેલ, રાહુલ ભરવાડ, ભીખાભાઈ રાવળ, રવિ પટેલ અને હેમાંગ પટેલ સહિતના લોકો સામે કાર્યવાહી માટે જણાવ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેજસ પટેલ અમારી ફેક્ટરીઓની આસપાસમાં ખોટી રીતે માંગણી કરી હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે. ફેક્ટરી સામે રહેતા ભીખાભાઇ રાવળ તેમને મદદ કરે છે અને જાે ફેકટરી કામ ચલાવવું હોય તો તેજસભાઈ પટેલને દર મહિને હપ્તો આપવો પડશે.અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા અને લાંભા વોર્ડના મહિલા કોર્પોરેટર ડો. ચાંદનીબેન પટેલના પતિ અને ભાજપ યુવા મોરચામાં સક્રિય એવા તેજસ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રભારીને માર મારવાની ધમકી આપવાની ઘટના બાદ હવે તેજસ પટેલ અને તેના સાગરીતોએ ફેક્ટરી માલિક પાસેથી ખંડણી માગી તેમના એકાઉન્ટન્ટ સાથે ઝપાઝપી કરી ધાક-ધમકી આપવાની ઘટના બની છે. આ મામલે ફેક્ટરી માલિકે નારોલ પોલીસ સ્ટેશનમાં રોહિત તેજસ પટેલ સામે પોલીસ ફરિયાદ આપી છે. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ ગોહિલે જણાવ્યું હતું કે આ મામલે અરજી આપી છે. ૧૦ દિવસ પહેલા પૈસાની માગ અને ૨૩ તારીખે ફેકટરીના એકાઉન્ટન્ટ સાથે બોલાચાલી થઈ હતી એવી અરજી છે જેની તપાસ ઁજીૈંને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *