Gujarat

વંથલી નજીક વાડી વિસ્તારમાં થયેલ લૂંટના ગુનામાં 4 ઇસમોની ધરપકડ….. ગણતરીના કલાકોમાં અજાણ્યા ઈસમોને પકડી પાડતી વંથલી પોલીસ……    

 જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક માણાવદર રોડ પર વાડી વિસ્તારમાં રાત્રીના સમયે થયેલી લૂંટમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા વંથલી પી.એસ.આઇ. એ.પી.ડોડીયા દ્વારા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળ પરના તથા આજુબાજુના સી.સી. ટી.વી.ફૂટેજ,ટેકનિકલ સેલ તથા ખાનગી બાતમીદારોના અર્થક પ્રયત્નો હાથ ધરતા અને ફરિયાદીના વિશેષ નિવેદન ના આધારે પોલીસ દ્વારા તપાસ કરી કરાવતા વંથલી પોલીસને હકીકત મળેલ હતી કે વંથલીમાં રહેતો શનીસિંગ રાજેસિંગ ટાંક તથા અફઝલ ઇબ્રાહિમ અમરેલિયા તથા એભો વાણવી નામના આરોપીઓએ આ લૂંટના ગુન્હા ને અંજામ આપેલ હોય તેવી ચોક્કસ  રાહે પોલીસને બાતમી મળતા અફઝલ અમરેલીયાને વંથલી પોલીસ સ્ટેશન લઈ આવી યુક્તિ –  પ્રયુક્તિ થી પૂછપરછ કરતા અફઝલ દ્વારા જણાવવામાં આવ્યું કે હું એભો વાણવી અને શનિસિંગ ટાંક દ્વારા એભા વાણવી ના કહેવાથી મહેન્દ્ર બાગની બાજુમાં રહેતા નટવરલાલ પોલીસ વાળાને ત્યાં રાત્રિના અરસામાં એક દોઢ વાગ્યાની આસપાસ એભા ની પલ્સર મોટરસાઇકલ લઈ નટવરલાલ ના મકાનો દરવાજો ખખડાવી દરવાજો ન ખોલતા દરવાજો તોડી આરોપી શનિસિંગે નટવરલાલ ને હાથના ભાગમાં છરી વડે હુમલો કરી એભો વાણવી તથા અફઝલ દ્વારા ઘરમાં પડેલ રોકડ રૂપિયા તથા સોનાનો ચેન લઈ ત્રણેય ઈશમો વંથલી તરફ આવેલ હતા.તેના આધારે આરોપી નરેન્દ્ર ઉર્ફે એભો વાણવી લૂંટમાં ઉપયોગ કરેલ મોટરસાઇકલ લઈ રાજકોટ તરફ ગયો હોય તેવી બાતમી મળતા પોલીસ દ્વારા પીછો કરી રાજકોટ હોસ્પિટલ ચોક ખાતેથી એભો વાણવી ને પકડી વંથલી પોલીસ સ્ટેશન લઈ આવી પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદીની વાડીની બાજુમાં રહેતા મેહુલ કરશનભાઈ વાણવી રહે.સાંતલપુરધાર મહેન્દ્રબાગ વાળો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નટવરલાલ ના ઘરમાં રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડેલ છે.તેમ જણાવવામાં આવ્યું હતું જેથી આ ગુનાના કામે મેહુલ વાણવી ની રેકી કરી સાંતલપુર ધાર પાસે થી પોલીસ સ્ટેશન લાવી કબૂલાત આપેલ હતી.ગયેલ મુદ્દામાલ વંથલી નજીક ઓઝત નદી પાસે વાલીવારી ગારીમાં સંતાડેલ હતો.જે લૂંટમાં ગયેલ મુદ્દામાલ રોકડ 72,000 રોકડા 40,000નો સોનાનો ચેન મળી કુલ 1,12,000 નો મુદ્દામાલ વંથલી પોલીસ દ્વારા પંચોની રૂબરૂ પંચરોજકામ કરી રિકવર કરેલ હતો.તેમજ શનીસિંગ ટાંક ને જેતપુર થી હસ્તગત કરવામાં આવ્યો હતો.આ લૂંટનો ભેદ વંથલી પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઇ.એ.પી.ડોડીયા,પો.હેડ.કોન્સ બી.એન.પરમાર,પી.એસ ઠાકર તથા પો.કોન્સ ભરતસિંહ સિસોદિયા,કિરીટભાઈ કામળીયા,અરુણ મહેતા,પ્રતાપસિંહ શેખવા,બાલુભાઈ બાલ સ,ભરતભાઈ ડાંગર તથા જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પો.કોન્સ રાજુભાઈ શાબળા,અભય રાજ સિંહ જાડેજા તથા વડોદરા જવાહરનગર પોલીસ સ્ટેશન ના સ્ટાફે સાથે મળી આ સફળતા પૂર્વક અનડિટેક્ટ લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં વંથલી પોલીસ દ્વારા ઉકેલ્યો હતો.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20211208-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *