વલસાડ
વલસાડના ધમડાચી ગામમાં પુત્રએ વોર્ડ સભ્ય તરીકે જીત મેળવતા વિજય સરઘસમાં પિતાએ મુંડન કરવી ખુશી વ્યક્ત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સૂત્રો અનુસાર વલસાડ તાલુકાના ધમડાચી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં. ૪માં સભ્ય માટે ઉભેલા જય પટેલના પિતા રાજુભાઈ પટેલે વિજય સરઘસમાં ડ્ઢત્ન અને ફટાકડાની આતશબાજી વચ્ચે મુંડન કરાવ્યું હતું. તેમજ તેમણે આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરતા વિજય સરઘસમાંના સમર્થકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.વલસાડ તાલુકાની ધમડાચી ગ્રામ પંચાયત વર્ષોથી ભાજપ સમર્પિત રહેતી હતી. જેમાં આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષની પેનલને હરાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ સભ્ય તરીકે પુત્રએ વિજય મેળવતાં ખુશીમાં પિતાએ વિજય સરઘસમાં મુંડન કરાવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધમડાચી ગામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું હતું.
