Gujarat

સાવરકુંડલા શહેરની એકદમ બગલમાં આવેલું ભુવા ગામ વિકાસની કેડી કંડારવા એક નવો રાહ ચીંધે છે. ગ્રામ્યજનો પોતાનું સામાજિક દાયિત્વ સમજીને વિકાસનાં કાર્યોમાં સહયોગ આપતાં જોવા મળે છે.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો સઘળું સરકાર પર છોડી દેવાને બદલે લોકો પોતાનું સામાજિક દાયિત્વ સમજીને પણ ગામ કે શહેરનાં જાહેર વિકાસમાં પોતાનું ક્ષમતા મુજબનું યોગદાન આપે તો શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસનાં ફળ વહેલાં જોવા મળે.. આવું જ એક સપનું ભુવા ગામે જોયું છે. સાવરકુંડલાથી માત્ર દસેક કિલોમીટર દૂર આવેલા ભુવા ગામે એક નવો માર્ગ અને દિશા લોકોને બતાવી છે. હા, સરકારી કામોનો વહીવટ પણ પારદર્શક ચાલે છે કે કેમ? તે માટે ગ્રામ્ય કક્ષાએ પોતાની એક સમિતિ બનાવી છે. વળી ગામનાં જાહેર સ્થળનાં નાના મોટા કામ ગ્રામ્યજનો પોતાના સ્વૈચ્છિક આર્થિક યોગદાન દ્વારા પણ કરતાં જોવા મળે છે. આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણીએ પણ નગારે ઘા કરી દીધો છે. પરંતુ લોકોમાં ઘણી જાગૃતિ અને સમજ હોવાથી આ ગામ વિકાસનાં શિખરો અવશ્ય સર કરશે તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. આમ તો ભુવા ગામમાં ભુવા વિકાસ ગ્રુપ દ્વારા દાતાશ્રીના સહયોગથી જાહેર સ્થળનાં રંગરોગાન કે મરમ્મત કે અવેડાની સાફસફાઈ જેવાં અનેક લોકોપયોગી કાર્યો સમાજનાં લોકો દ્વારા પણ થઈ શકે છે એ વાત પણ આ ગામે સિધ્ધ કરી બતાવી છે.. ભુવા ગામમાં ભુવા વિકાસ ગ્રુપ દ્વારાબજરંગદાસ બાપા તથા ભોજલરામ બાપાની મઢુલીએ દાતાશ્રીના સહયોગથી કલરકામ કરવામાં આવ્યું, પ્રાથમિક શાળાની દીવાલમાં કલરકામ કરવામાં આવ્યું.આમ માત્ર સરકાર પર નહીં પણ સામાજિક દાયિત્વ ભાવના સાથે કાર્ય કરતાં આ ગામનું ભવિષ્ય પણ ઘણું ઉજળું છે..

IMG-20211212-WA0169.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *