Gujarat

સાવરકુંડલા શહેર ના ખેલવિરો માટે સ્પોર્ટસ સંકુલ બિલ્ડીંગ મંજુર કરવા માટે  પ્રભારી મંત્રી  ને રજુઆત .    

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
સાવરકુંડલા સાંસદ કાર્યોલય ખાતે અમરેલી જિલ્લા ના પ્રભારી અને ગુજરાત સરકાર ના મંત્રી  આર.સી મકવાણા  શુભેચ્છા મુલાકાતે
      એ સમયે સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી  રાજુભાઈ નાગ્રેચા દ્વારા સાવરકુંડલા શહેર ને ગુજરાત સરકાર દ્વારા તા 30/09/2020 ના રોજ સ્પોર્ટ્સ સંકુલ માટે ની જગ્યા ની ફાળવણી કરવામાં આવેલ તે અનુસંધાને સાવરકુંડલા સ્પોર્ટસ સંકુલ લિલ્ડીંગ તાત્કાલિક મંજુર થાય તે માટે રજુઆત કરવામાં આવી. જો આ બિલ્ડીંગ મંજુર થાય તો સાવરકુંડલા ના ખેલવિરો રમત-ગમત ક્ષેત્રે આગળ વધીને ભવિષ્ય માં ગોલ્ડ મેડલ લાવી શકે છે…
આ તકે અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશભાઈ પાનસુરીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ  જીવનભાઈ વેકરીયા, તથા સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, તાલુકા મહામંત્રી ચેતનભાઇ માલાણી, મહામંત્રી નીતિનભાઈ નગદીયા, શહેર ભાજપ મહામંત્રી  રાજુભાઈ નાગ્રેચા, મહામંત્રી  વિજય સિંહ વાઘેલા તથા નગરપાલિકા સદસ્ય  કિશોરભાઈ બુહા,ભરતભાઇ અમરેલીયા,લાભુભાઈ દોલતી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

IMG-20211224-WA0601.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *