અંબાજી ખાતે સ્કૂલ નાના બાળકો દ્વારા 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે HIVના સંક્રમણના ફેલાવાને કારણે થતા એઇડ્ઝ રોગચાળા અંગે જાગૃત થાય અને HIV થી ડરે નહીં માટે સ્કૂલ નાના બાળકો દ્વારા હાથમાં બેનરો લઇ લોકોને જાગૃત કરવા માટે 1 ડિસેમ્બરે અંબાજી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વસ્થ અને સુખી જીવન માટે આ રોગ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ એઇડ્સ દિવસ સૌ પ્રથમ 1988 માં ઉજવવામાં આવ્યો હતો. એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS) એ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV)ના કારણે જીવન માટે જોખમી સ્થિતિ છે. HIV વાયરસ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને અન્ય ‘રોગો’ સામે તેનો પ્રતિકાર ઓછો કરે છે અને શરૂઆતમાં વિશ્વ એઇડ્સ દિવસ માત્ર બાળકો અને યુવાનો સાથે સંકળાયેલો હતો, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે એચઆઇવી ચેપ કોઈપણ ઉંમરની વ્યક્તિને અસર કરી શકે છે. આ પછી, વર્ષ 1996 માં, એચઆઈવી/એડ્સ પર સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક સ્તરે તેના પ્રચાર અને પ્રસારની કાળજી લેતા, વર્ષ 1997 માં વિશ્વ એઈડ્સ અભિયાન હેઠળ સંચાર, નિવારણ અને શિક્ષણ પર કામ કરવાનું શરૂ કર્યું હતું..
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


