Gujarat

અમદાવાદની મ્યુનિ.શાળાના વિદ્યાર્થીઓને ફ્રી હેર કટિંગ કરી અપાશે

અમદાવાદ
અમદાવાદની સરસપુરની મ્યુનિસિપલ સરસપુર ગુજરાતી શાળા નંબર ૭માં આજે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વચ્છતાની થીમને ધ્યાનમાં લઈને બાળકોના ફ્રીમાં હેર કટિંગ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આજથી શરૂ કરેલ અભિયાનમાં મેયર કિરીટ પરમાર, સ્કૂલ બોર્ડના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટર અને સ્કૂલ બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા. છસ્ઝ્ર સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે, અપ ટુ ડેટ હેરકેટ નામની સંસ્થાએ અમારો સંપર્ક કર્યો હતો અને આ અંગે ચર્ચા કરી હતી. જેથી અમે સ્કૂલોને પરિપત્ર કરીને હેર કટિંગ અંગે જાણ કરી, ત્યારે સરસપુરની સ્કૂલ દ્વારા અમને રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને અમે આજે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ૧૨૨ વિદ્યાર્થીઓના હેર કટિંગ કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓના વાલીની સંમિત મેળવીને જ હેર કટીંગ કરવામાં આવ્યા છે. જે સ્કૂલમાંથી રજુઆત આવશે તે સ્કૂલોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેર કટિંગ કરવામાં આવશે.છસ્ઝ્ર સ્કૂલ બોર્ડ દ્વારા આજથી નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં છસ્ઝ્રની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા થીમ હેઠળ ફ્રીમાં હેર કટિંગ કરી આપવામાં આવશે. આજે પ્રથમ દિવસે ૧૨૨ વિદ્યાર્થીઓને ફ્રીમાં હેર કટિંગ કરી આપવામાં આવ્યા હતા. અપ ટુ ડેટ હેરકટ નામની સંસ્થાને સાથે રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *