Gujarat

અમરેલી નગરપાલિકા દ્વારા શ્રીજી એજન્સી ને અપાયેલ કોન્ટ્રાકટ માં કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી અનિયમિત કામગીરી સામે અવાજ ઉઠાવતા વિપક્ષ નેતા સમીર કુરેશી  

અમરેલી શહેરમાં નગરપાલિકા દ્વારા શ્રીજી એજન્સીને અપાયેલ ડોર ટુ ડોર તથા ખાતર સ્પોટ કલેકશનની નબળી કામગીરી, અનિયમિત કામગીરીથી અમરેલી શહેરના નાગરીકોની સુવિધા છીનવી ખોટા બીલો બનાવી ભ્રષ્ટાચાર કરવા અંગે.
સવિનય જયભારત સાથે જણાવવાનું કે અમરેલી નગરપાલિકા દ્વારા અમરેલી શહેરના નાગરીકોને પ્રાથમિક સુવિધા સ્વચ્છતા મળે તેના ઘરેથી જ કચરો એકઠો કરવામાં આવે તે હેતુથી રાજય સરકારની યોજના મુજબ કામગીરી કરવા માટે અમરેલી શહેરમાં શ્રીજી એજન્સીને આ કાર્ય કોન્ટ્રૉકટર આપી કરવા માટે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે.
પરંતુ આ એજન્સી દ્વારા અમરેલી શહેરમાં ડોર ટુ ડોર કલેકશનની કામગીરી અત્યંત નબળી છે. કચરા લેવા માટેનું વાહન રેગ્યુલર કોઈપણ વિસ્તારમાં કે લોકોના ઘર સુધી જતુ નથી. બે-ત્રણ દિવસે એકાદ વખત વાહન આવે છે અને તે વાહન પણ સરકારે સોંપેલ સ્પેશ્યલ કચરા વાહનની જગ્યાએ ખખડઘજ ટ્રેકટરો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યુ છે અને આવા ટ્રેકટરો શહેરના સાંકડા વિસ્તારમાં જઇ શકતા નથી. ટ્રેકટરોની પાછળ ખુલ્લુ ડોર છે જેથી તેઓએ લીધેલો કચરો શહેરના રોડ ઉપર વહેરાતો જાય છે અને શહેરના માર્ગો ઉપર ગદકી કરી રહયા છે.અમોને મળતી નાગરીકોની ફરીયાદ મુજબ આ એજન્સી દ્વારા પોતાના ઘરેથી કચરો લેવા બે-ત્રણ દિવસે વાહનો આવે છે તેમજ ખાતર સ્ટેન્ડ પણ બે-ત્રણ દિવસે ઉપાડવામાં આવે છે.આમ અમરેલી શહેરના નાગરીકો તથા અમો શહેરના જવાબદાર વ્યકિત એજન્સીના વહીવટદારોને ફોન કરીએ છીએ તો ફોન રીસીવ કરવામાં આવતા નથી અને નગરપાલિકામાં રજુઆત કરીએ તો ઉડાવ જવાબ આપવામાં આવે છે.
આમ અમરેલી નગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ આ એજન્સી સાથે સેટીંગ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એજન્સી પાસેથી વ્યકિગત લાભ લઇ રહ્યા છે. એજન્સી દ્વારા ડોર ટુ ડોરનું તથા ખાતર સ્પોટનું કામ શહેરમાં ૩૦ દિવસ રેગ્યુલર કરવામાં આવતુ નથી. છતાં પણ બંને કામનું ૩૦ દિવસનું બીલ બનાવીને નગરપાલિકાને આર્થિક નુકશાન કરાવી રહ્યા છે અને અમરેલી શહેરના નાગરીકોના ટેક્ષના પૈસાનું વળતર તેમને રેગ્યુલર સફાઇ આપતા નથી. અમોએ તથા શહેરના અન્ય જાગૃત નાગરીકોએ આપશ્રીને તથા ઉચ્ચ કક્ષાએ અવારનવાર રજુઆતો કરવા છતા આ એજન્સીને કોઈપણ રેગ્યુલર અને વ્યવસ્થિત સફાઇ થાય તેવી સુચના કે કડક કાર્યવાહી કરવામાં કયારેય પગલા લેવામાં આવેલ નથી. તો આપ અમારી અરજીને ગંભીરતાથી લઇ અને શહેરના નાગરીકોના હિતમાં, આરોગ્યના હિતમાં અને સંસ્થામાં થતા એજન્સી દ્વારા તથા આરોગ્ય અધિકારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચાર અટકાવવા તાત્કાલિક પગલા લેશો અને એજન્સીને સોંપેલ આ સફાઇ કામગીરી એગ્રીમેન્ટ મુજબ રેગ્યુલર કરાવશો તેવી આશા રાખીએ છીએ. અન્યથા આ ગંભીર પ્રશ્નને અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જે જાણશો.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211228-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *