મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ભારત રત્ન અટલ બિહારી બાજપઈ ની જન્મતિથિ નિમિત્તે સુશાસન દિવસ ની ઉજવણી ના ભાગરૂપે કઠલાલ ભાજપ ડોક્ટર સેલ દ્વારા મીરા લેબોરેટરી ના સહયોગથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 50 જેટલા નાગરિકોના બીપી અને ડાયાબિટીસ જેવા ચેકઅપ નિઃશુલ્ક કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કઠલાલ નગરપાલિકાના કાઉન્સિલરો હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ભારત રત્ન અટલ બિહારી બાજપાઈ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


