Gujarat

કઠલાલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સલામતી અને સુરક્ષા ને લઈને રેલી યોજવામાં આવી.

રિપોર્ટર-મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
કઠલાલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત રેલી યોજવામાં.આ રેલી મધ્ય ગુજરાત વીજ કંપની કઠલાલની ઓફિસથી નીકળી ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં કરી હતી.રેલી નો મુખ્ય ઉદ્દેશ્ય વીજળી ની કામગીરી અને વપરાશમાં સભાનતા લાવવાનો હતો.જેમાં નાગરિકો અને કર્મચારીઓને વિજ અકસ્માત ન થાય તેમજ જાગૃત રહે અને કર્મચારીઓ પણ સુરક્ષાના ઉપકરણો સાથે વીજ ને લગતી કામગીરી કરે અને ઇલેક્ટ્રિસિટી થી થતા અકસ્માતોથી બચી શકાય તેમજ કેવી રીતે વિજળી થી થતા અકસ્માતો રોકી શકાય તેના બેનરો સાથે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં ડી.એ.ગોહેલ-કાર્યપાલક ઇજનેર ,ટી.જે.શાહ-નાયબ ઈજનેર એચ.એલ.ભણસોલ,યુવરાજસિંહ મકવાણા અને જે.આઈ.ગઢવી શહીત કઠલાલ લાઇન સ્ટાફ તેમજ મહેમદાવાદ ડિવિઝન સ્ટાફ જોડાયો હતો.

IMG-20211229-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *