Gujarat

ગોંડલમાં એલસીબીએ રેડ કરતા દારૂ – બિયરનો જથ્થા પકડાયો

રાજકોટ
જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચના કરતા પોલીસ ઇન્સ. એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરાને મળેલ હકીકત આધારે ગોંડલ, સંઘાણી શેરી, લાલા પારેખનું નાકામાં ભાવેશ ઉર્ફે મેજર સુરેશભાઇ મહેતાના કબજા ભોગવટાના મકાનમાં રેઇડ કરતા વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૩ કિં.રૂ. ૪૦૦૦ તથા બીયર ટીન નંગ-૭૧ કિં.રૂ. ૭૧૦૦ તથા એક મોબાઇલ ફોન કિં.રૂ. ૩૦૦૦ મળી કુલ રૂ. ૧૪,૧૦૦નો વેચાણ કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે રાખી મળી આવતા ઇશાક મહમદભાઇ ગામોટ જાતે મતવા ઉ.વ.૪૨ રહે. ગોંડલ, સંઘાણી શેરી, લાલા પારેખનું નાકુવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ મકાનમાલીક ભાવેશ ઉર્ફે મેજર સુરેશભાઇ મહેતા રહે. ગોંડલ, ભોજરાજપરાની શોધખોળ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.સબ ઇન્સ. એસ.જે.રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાતી તથા પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા રોકાયા હતાગોંડલમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખસને ઝડપી લીધો હતો. જ્યારે બીજાની શોધખોળ હાથ ધરાઇ છે.

godal-daru-biyar-jadpayo-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *