છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ માં રીનોવેશન ની કામગીરી પૂર્ણ થતાં માલ સામાન નર્સિંગ કોલેજ માંથી સિફટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં સરકારી દવાખાનાના વર્ગ ૪ ના કર્મચારીઓ મારફતે સામાન સિફટિંગ કરાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન સામાન ટ્રેક્ટરમાં ભરી ને જતા રસ્તામાં ઝાડની ડાળીઓ સામાન સાથે ભટકાતા વર્ગ ચાર ના કર્મચારીને હાથમાં ઇજા પોહચતા હાથ ફેક્ચર થયો છે, હાલ સારવાર હેઠળ છે, આ બાબતે કર્મચારીએ જણાવેલ કે હોસ્પિટલમાં સામાન સિફટ કરવાની કામગીરી અમારી નથી, છતાંય કામગીરી કરાવતા ઉક્ત ઘટના બની છે, ત્યારે આ માટે જવાબદાર કોણ ?


