જૂની પેન્શન યોજનાનો ફરી અમલ કરવા શિક્ષકોની માગણી
સરકાર દ્વારા જુની પેન્શન યોજના બંધ કરીને નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ૧-૪-૦૫ પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકો જુની પેન્શન યોજના મેળવવા માટેના હક્કદાર છે. પરંતુ તા. ૧-૪-૦૫ પછી સેવામાં જોડાયેલા શિક્ષકોને પણ જુની પેન્શન યોજનાનો લાભ મળવો જોઇએ કારણકે ૩૦ થી ૩૫ વર્ષ જેટલી નોકરી પૂર્ણ કરી જ્યારે શિક્ષક નિવૃત્ત થાય છે. ત્યારે અમારા શિક્ષકને નવી પેન્શન યોજનામાં નજીવી રકમ પેન્શ રૂપે મળે છે. જે રકમથી શિક્ષકને પરિવાર સાથે ગુજરાન ચલાવવું ખુબજ કપરુ થઇ પડે છે. આ બાબતે જુની પેન્શ યોજના ચાલુ કરવા જુની પેન્શન યોજના ચાલુ કરવા ધરણા કરી આવેદનપત્ર આપવામા આવ્યું હતું
જેતપુર તાલુકા પ્રા. શિક્ષક સંઘ દ્વારા ૧૯ સપ્ટેમ્બરના રોજ નવી પેન્શન યોજના બંધ કરી, જૂની પેન્શન યોજના ચાલુ કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરી આવેદનપત્ર આપી માંગણી કરેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ રાષ્ટ્રીય સ્તર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ છે. રચનાત્મક અભિગમ સાથે શિક્ષણમાં સારા પરિણામો મેળવવા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અમારા સંગઠન કામ કરી રહ્યા છે. તારીખ ૧–૪– ૨૦૦૫ થી નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ૧–૪–૨૦૦૫ પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકો જૂની પેન્શન યોજનાના હકદાર છે. પરંતુ એ ૧–૪– ૨૦૦૫ પછી જોડાયેલ શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઇએ. ૩૦થી ૩૫ વર્ષ ની નોકરી બાદ શિક્ષક નિવૃત્ત થાય તો નવી પેન્શન યોજનામાં નજીવી રકમમાં શિક્ષકને પરિવારનુ ગુજરાન ચલાવવું મુશ્કેલ પડે છે. અગાઉ જૂની પેન્શન યોજના ચાલુ રાખવા માટે આંદોલનનો તથા વડાપ્રધાન શિક્ષણ મંત્રીને પણ રજૂઆતો કરેલ છે. દિલ્હી જંતર મંતર ખાતે ધરણા તથા આંદોલનો પણ કરવામાં આવેલ છે. જૂની પેન્શન યોજના ચાલુ કરવા શિક્ષકોની લાગણી અને માંગણી છે. જે સંદર્ભે આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરી હતી
હરેશ ભાલીયા જેતપુર


