Gujarat

જેતપુર: ચાલુ ટ્રકમાં આગ લાગી, જેતપુર ફાયર વિભાગે આગ કાબુમા લીધી: જાનહાની ટળી

જેતપુરના મંડલીકપુર ગામના પુલ ઉપર ચાલુ ટ્રક માં અચાનક આગ લાગી હતી જોકે, સદનસીબે ટ્રક ડ્રાઇવરની સતર્કતાના લીધે કોઇ પ્રકારની જાનહાની થયેલ ન હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર પોરબંદર નેશનલ હાઇવે રોડ પર મંડલીકપુર ગામના બ્રિજ પર વહેલી સવારે એક ટ્રક રાજકોટથી કુતિયાણા તરફ જઇ રહ્યો હતો એ સમયે અચાનક પાછળની સાઇડમાં ધીમે-ધીમે આગ લાગવાની શરૂ થયેલ હતી જેની જાણ થતાં ટ્રક ચાલકે તુરંત જ ટ્રકને રોડની સાઇડમાં રાખી નીચે ઉતરી ગયો હતો જોકે, ઘડીભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ આગના બનાવની જાણ થતાં જેતપુર ફાયર ફાઇટરની ટીમ પાણીના બે બમ્બા સાથે સ્થળ પર પહોંચી ગયેલ અને તાત્કાલીક ટ્રકમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રક રાજકોટથી ખાલી થઈને કુતિયાણા જઇ રહ્યો હતો ત્યારે અકસ્માતે આગ લાગી હોવાનું પ્રાથમીક અનુમાન સ્થળ પર હાજર લોકો કરી રહ્યા હતા. જો કે સાચું કારણ તપાસ બાદ જ ખબર પડશે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20211227-121424_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *