ઊના – ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ એ રાષ્ટ્રીય સ્તર પર અખિલ ભારતીય પ્રા.શિક્ષક સંઘ સાથે જોડાયેલ હોય અચાપર.શિ સંઘ અને ૩૦ લાખ પર શિક્ષકોનો પ્રતિનિધીત્વ કરતુ એક માત્ર સંગઠન છે. અચાપરશિ સંઘ ૨૫ રાજ્યમાં લગભગ ૧૭૧ દેશોમાં ત્રણ કરોડ પચાસ લાખ જેટલા શિક્ષકોની સંખ્યા ઘરાવી હોય વર્ષ ૨૦૦૬ થી જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે ગુ.રા.પ્રા.શિ. અને સભાપ્રશિસંઘ દ્રારા આંદોલન શરૂ કરેલ જેમાં જુની પેન્શન યોજના ફરીથી તાત્કાલીક ચાલુ કરવી, સાતમાં પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાન રૂપે આપવા, જુદાજુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકોને નિયમિત કરવાની ખાત્રી, રાષ્ટ્રીય શિક્ષણનિતી ૨૦૨૦માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દૂર કરવી, ગુ.રા.પ્રા.શિ.સંઘની મુખ્ય માંગણીઓ પ્રશ્નો જેમાં એસ પી એલ રજા બાબતે નિર્ણય થવા બાબત, તા.૨૭ એપ્રિલ ૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવૃતિ સામે કાયમીના આદેશ થવા, ૧૦ વર્ષના બોન્ડમાં ભરતી થયેલ શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત, HTAT ત્થા પ્રા.શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવા બાબત, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને સો ટકા છુટા કરવા, કોરોનાના કારણે સીસીસી પરીક્ષા લેવાયેલ ન હોય તો સીસીસી પરીક્ષા માટે તા.૩૧ ડિસે.૨૦૨૦ પછી મુદતમાં વધારો કરવા સહીતના વિવિધ પ્રશ્નો હલ કરવાની માંગણી સાથે ગીર સોમનાથ જીલ્લા પ્રા.શિક્ષણ સંધ દ્રારા જી.પ્રા.શિ.અધિકારીને લેખિત રજુઆત કરેલ છે. અગાઉ પણ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીને રજુઆત કરેલ હતી.


