અલગ અલગ સંસ્થાઓએ રેલી યોજી આપ્યા હતા આવેદનો
રાષ્ટ્ર વિરોધી ટીપ્પણી કરી હિંદુ ધર્મને ગાળો આપનારને હૈદરાબાદથી દબોચી લીધો: અગાઉ પાંચ ગુનામાં સંડોવાયેલ છે શખ્સ
જેતપુરના નવાગઢના મુસ્લિમ શખ્સ દ્વારા ભગવાન રામને, રાષ્ટ્રને, હિન્દુઓને તેમજ વડાપ્રધાન સામે મળે તો ગોળી મારી આપવાની ધમકી આપવામાં ધાર્મિક લાગણી દુભાવવા સામે વિવિધ વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી માંગ કરી હતી.તે શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પકડી પાડી જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.
બનાવની વિગત મુજબ તા.૨૦ ના રોજ જેતપુરના નટુભાઈ બુટાણીને શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતો જાવીદ ભીખુભાઈ કુરેશી નામના મુસ્લિમ શખ્સે મોબાઈલ પર કોલ કરી નવ મિનીટ જેટલો સમય વાત કરી હતી અને આ દરમીયાન ભાજપને પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયાને, હિન્દુઓને, દેશના વડાપ્રધાન મોદીની, ભગવાન રામને તેમજ રાષ્ટ્રને ભૂંડી ગાળો કાઢે છે. અને મોદી સામે મળે તો બંદૂકની ગોળી મારી દઉં તે મુજબની ધમકી પણ આપે છે. અને અંતે નટુભાઈને પણ ભાજપની કોઈ પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરશે તો નવાગઢમાં લઈ જઈને મારમારી જાનથી મારી નાખશે તેવી ધમકી આપવાના બનાવમાં સીટી પોલીસે ભગવાનને ગાળો આપવા બદલ ધાર્મિક લાગણી દુભાવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની આઈપીસી ક.૨૯૫ એ, ૫૦૪, ૫૦૬(૨) હેઠળ ફરીયાદ નોંધી હતી.
આ બનાવ બાદ જાવેદ ફરાર થતા રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ તથા એસ.પી. બલરામ મીણાની સૂચનાથી એલસીબી પી.આઈ. અજયસિંહ ગોહીલ, એસ.જે.રાણા, નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, ભાવેશભાઈ મકવાણા, મહેશભાઈ જાની, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, શકિતસિંહ જાડેજા, કૌશિકભાઈ જોષી, અમુભાઈ વિરડાની જુદી જુદી ટીમો બનાવી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, તેલંગણા મોકલેલ.જેમાંથી તેલંગાણા રાજ્ય ના હૈદરાબાદ ખાતેથી જાવેદ મળી આવતા ગઈકાલે શહેરમાં તેની જાહેરમાં સરભરા કરી પોલીસે ખાખીનો રંગ દેખાડયો હતો
હરેશ ભાલીયા જેતપુર


