Gujarat

જેતપુરમાં 75 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોઈ કેસ ન નોંધાતા રાહત : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 9 દર્દી સારવાર હેઠળ, જેમાંથી 6 હોમ ક્વોરન્ટાઈન અને 3 હોસ્પિટલમાં દાખલ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોરોનાનો 1 કેસ નોંધાયો છે. જેતપુરના 75 વર્ષીય વૃદ્ધ સંક્રમિત હોવાનું જાણવા મળતા તેઓને તુરંત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે, શનિવારે 3 કેસ નોંધાયા બાદ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ગઈકાલે કોઈ કેસ સપાટી પર આવ્યો નહોતો, જેથી મનપા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે રાજકોટ ગ્રામ્યમાં કોઈ કેસ નોંધાયો નહોતો, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ઇએમઓ ડો.નિલેશ રાઠોડે આપેલી માહિતિ મુજબ જિલ્લામાં રવિવારે એક પોઝીટીવ કેસ જેતપુર શહેર વિસ્તારરમાં નોંધાયો છે. અહીં 75 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેથી લોકલ સ્તરેથી જ સંક્રમિત થયા હોવાનું અનુમાન છે. સંક્રમિત થયેલા વૃદ્ધના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરી સેમ્પલ લેવાયા છે. ગ્રામ્યમાં 9 દર્દી હાલ સારવાર હેઠળ છે. જેમાંથી 6 હોમ આઇસોલેટ છે અને 3 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીના કુલ પોઝીટીવ કેસ 14941ની સંખ્યા થઈ છે. રાજકોટ શહેરમાં હાલ 14 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 42894 સંક્રમિત નોંધાયા છે.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *