રાજકોટમાં નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરાયો.
રાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા નાઓ દ્વારા પ્રપોઝલો મુકી અટકાયતી પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય તેમજ અધિક પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા NDPS ACT-1985 તથા PIT NDPS ACT-1988 હેઠળ કાર્યવાહી કરવા અંગે જણાવવામા આવેલ હોય જે અનુસંધાને DGP CID ક્રાઇમ અને રેલ્વેઝ સમક્ષ મોકલવા સુચના કરેલ હોય, માદક પદાર્થનો વેપાર ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોની આર્થીક તથા સામાજીક સુખાકારીને પાયમાલીના માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ રાષ્ટ્રને નુકશાન થતુ અટકે તેમજ યુવાધન આવી બદીથી દુર રહે અને કાયદાનો કડક અમલ થાય તે સારૂ અગાઉ એન.ડી.પી.એસ. ના કેસ માં પકડાયેલ એક ઇસમ વિરૂધ્ધ PIT NDPS દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ મહાનિર્દેશક સાહેબ સી.આઇ.ડી ક્રાઇમનાઓ આ કાયદાની કલમ ૩ હેઠળ અટકાયતમાં લેવા હુકમ કરેલ છે. અને વોરન્ટ ઇશ્યુ કરતા હુકમની બજવણી કરવામાં આવેલ છે. અવેશ અબ્દુલભાઇ પતાણી ઉ.૨૭ રહે.ખોડીયારનગર શેરીનં.૩ એસ.ટી વર્કશોપ પાછળ રાજકોટ વાળાને મધ્યસ્થ જેલ સુરત (લાજપોર) ખાતે મોકલવા તજવીજ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


