કમોસમી વરસાદ પડવાની આગાહીને પગલે બંધ રહેશે:ગોડાઉન મેનેજર
ભર શિયાળે થયેલા કમોસમી વરસાદના પગલે ગુજરાતના ખેડૂતો મૂશ્કેલીમા મૂકાયાં છે. કમોસમી વરસાદના પગલે કપાસ, એરંડા, ડાંગર, મગફળી સહિતના પાકમાં ભારે નુકશાની જઈ શકે છે. આ સિવાય રાયડા સહિતના રવી પાકમાં પણ નુકશાની જશે તેવુ ખેડૂતો જણાવી રહ્યાં છે ગત સાંજે રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો..રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી હતી એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવનાઓ પણ સેવવામાં આવી રહી હતી વરસાદ-માવઠા થવાની સંભાવના હોવાથી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ચાલતી ટેકાના ભાવે મગફળીની ખરીદી સ્થગીત કરવામાં આવી છે. હાલમાં ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી અને અન્ય જણસોની ખરીદી કરવામાં આવી રહી છે. માર્કેટીંગ યાર્ડ ખાતે થતી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવતા કમૌસમી વરસાદ પડવાની સંભાવના જોતા હાલ પુરતા તકેદારીના ભાગરૂપે આ ખરીદી સ્થગીત રાખવામાં આવેલ છે.
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ અગાહીના પગલે જણસો વેચવા આવતા ખેડુતોની જણસો અને યાર્ડમાં પડેલ ખેતરપેદાશો પલળી ન જાય તે માટે તકેદારીના ભાગરૂપે આજે ખરીદી બંધ રહેશે. વરસાદી વાતાવરણ હશે તો હજુ પણ ખરીદી બંધ રાખવામાં આવશે અને વાતાવરણ ચોખ્ખુ થયે પુનઃ ખરીદી શરૂ કરવામાં આવશે તેવું ગોડાઉન મેનજર રમેશકુમાર ખાણીયાએ જણાવ્યું હતું
હરેશ ભાલીયા જેતપુર


