ગિરગઢડા
ભરત ગંગદેવ.
નિરામય ગુજરાતનાં સંકલ્પ ને સિદ્ધ કરવા માટે તાલાલા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બિનચેપીનું પ્રમાણ ઘટાડવા માટે તેમજ આરોગ્ય ક્ષેત્રે લોકજાગૃતિ કેળવવા માટે તાલાલા શહેરમાં તેમજ તાલુકાનાં તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે સાઈક્લોથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું. અત્યારનાં આધુનિક સમયમાં પણ લોકોનું બેઠાડું જીવન તેમજ શારીરિક સક્રિયતાનાં અભાવને કારણે બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ, હાયપરટેન્સન(બીપી),કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક વગેરેનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. લોકોની આરોગ્ય સુખાકારી તેમજ જનજાગૃતિ કેળવવા માટે યોગ-પ્રાણાયામ, કસરત, સાઈકલિંગ વગેરે સાથે લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન ખૂબ જ જરૂરી બન્યું છે. જાગૃત લોકોએ નિયમિત વોકિંગ, સાઈકલિંગ વગેરે અપનાવ્યું છે તેવી જ રીતે તમામ લોકોએ આ યાંત્રિક યુગમાં નિયમિત શારીરિક કસરત,યોગા, પ્રાણાયામ વગેરે અપનાવવું અનિવાર્ય બન્યું છે. તાલાલા તાલુકા આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા હાઈસ્કૂલનાં વિધાર્થીઓ દ્વારા સાઈકલોથોનનું સફળ આયોજન કરી સાઈકલ ચલાવી બિનચેપી રોગોથી મુક્તિ મેળવવા માટેનો આરોગ્યલક્ષી સંદેશો લોકોને આપવામાં આવ્યો.


