Gujarat

દેશ માટે પોતાનુ જીવન ખપાવી દેનાર શહીદના બેસણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે હાજરી આપી પરિવાર ને સાંત્વનાં પાઠવી.

 

દેશ માટે પોતાના પ્રાણ ની આહુતી આપી , દેશ માટે પોતાનુ જીવન ખપાવી દેનાર શહીદ વિર જવાન હરીશ સિંહ પરમાર ના બેસણામાં ખેડાજિલ્લા કોંગ્રેસ પ્રમુખે હાજરી આપી અને તેમના પરીવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. દેશ માટે શહીદ થનાર હરીશ સિંહ જી ના પરીવાર ને સ્વ. મગનભાઈ ગોકળભાઇ ઝાલા(પૂર્વ ધારાસભ્ય કઠલાલ), સ્વ.ભારતીબેન મગનભાઈ ઝાલા તથા રાજેશભાઈ મગનભાઈ ઝાલા(ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ) પરિવાર તરફથી 1 ,11,000(એક લાખ અગિયાર હજાર) રુપિયા ની આર્થિક સહાય કરી આ વિશે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે તેઓ સ્પષ્ટ માને છે કે આ રકમ દેશ ની સેવા કરતાં પોતાના પ્રાણ આપનાર સામે કંઇ જ નથી પરંતુ પરીવાર ને મદદ રુપ થઇ શકાય એ હેતુ થી નાનકડી સહાય આપી છે.
વિર હરીશ સિંહ જી પરમાર અમર રહો..

IMG-20211021-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *