Gujarat

નારાયણી હાઈટ્‌સ હોટલના શેફને મકાન માલિકે મારમાર્યાની ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર
ગાંધીનગરના ભાટ પાસે આવેલી નારાયણી હાઈટ્‌સ હોટલમાં એક્ઝિક્યુટિવ શેફ તરીકે ગોપાલસિંહ ભેરુસિંહ રાઠોડ છેલ્લાં બે મહિનાથી નોકરી કરે છે. જે ભાટ ગામના દરગાહની પાસે પીરવાડા ખાતે પ્રકાશભાઈ ભરવાડના મકાનમાં ભાડેથી રહે છે. જે ગઈકાલે ગુરૂવારે રાત્રે નોકરી પર હાજર હતો. તે સમયે મકાન માલિક પ્રકાશ ભરવાડે ફોન કરીને મકાનનું આપી જવા કહ્યું હતું. જેથી ગોપાલસિંહ હોટલનું એક્ટિવા લઈને મકાન પર ગયો હતો. ત્યારે પ્રકાશ તેમજ તેનો દીકરો ઉર્વીશ તેમજ બીજા બે અજાણ્યા માણસો ગોપાલસિંહ કઈ સમજે એ પહેલા જ ગાડીમાંથી લાકડી કાઢીને તેને મારવા લાગ્યા હતા. આથી ગભરાઈ ગયેલો ગોપાલસિંહ ત્યાંથી ભાગવા લાગ્યો હતો. એટલામાં પ્રકાશનાં દીકરા ઉર્વીશે છરી વડે હુમલો કર્યો હતો. જેનાં કારણે છરી ગોપાલસિંહનાં હાથના અંગૂઠા પર વાગી હતી. સ્થિતિ પારખી ગયેલો ઈસમ જીવ બચાવવા દોડતો દોડતો હોટલ તરફ ભાગ્યો હતો. એ સમયે અજાણ્યા ઈસમોએ પણ દોડતા દોડતા ગોપાલસિંહને લાકડીઓ બરડામાં ફટકારી હતી. ત્યારે પ્રકાશે ભાટ ગામમાં ફરીવાર દેખાઇશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. બાદમાં જેમતેમ કરીને ગોપાલસિંહ દોડીને હોટલ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ પહોંચી ગઈ હતી. જેની ફરિયાદના આધારે અડાલજ પોલીસ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગરના ભાટ ગામ ખાતે નારાયણી હાઈટ્‌સનાં એક્ઝિક્યુટિવ શેફને ભાડાં બાબતે મકાન માલિક સહિત ચાર શખ્સોએ ભેગાં મળીને દોડાવી દોડાવીને ઢોર માર મારી છરી મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *