Gujarat

પવિત્ર ધનુર્માસ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ ને રજવાડી વાઘા પહેરાવી વિશેષ શણગાર કરાયો

હનુમાનજીદાદાને ટ્રેડીશનલ દિવ્ય શણગાર કરી કૃષિ દર્શનની અદભુદ ઝાંખી કરાવી

બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિતે તા.૨૫-૧૨-૨૦૨૧ને શનિવાર રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની પ્રેરણાથી તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રજવાડી વાઘા પહેરાવી વિશેષ ટ્રેડીશનલ દિવ્ય શણગાર તથા કાઠીયાવાડ ગામ અને કૃષિ દર્શનની વિશેષ ઝાંખી કરાવવામાં આવેલ તેમજ મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવેલ . પવિત્ર ધનુર્માસ દરમિયાન હનુમાનજીદાદાના મંદિરના પટાંગણમાં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ કલાક દરમિયાન દરરોજ હાલ શરૂ છે . એવં ધનુર્માસ નિમિતે શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ જે હજારો ભક્તોએ આ દિવ્ય દર્શનનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ ..

તસવીર-વિપુલ લુહાર

IMG-20211225-WA0325.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *