Gujarat

બોટાદ ખાતે જિલ્લા પ્રભારી સચિવ મોહમ્મદ શાહિદની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ ખાતે જિલ્લા પ્રભારીસચિવ મોહમ્મદ શાહિદની અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, બોટાદ ખાતે સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં અધ્યક્ષે દરેક વિભાગની માહિતી મેળવી દરેક અધિકારીઓને કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી જેમાં નિવાસી અધિક કલેકટર, નાયબ કલેકટર-1, પ્રાંત અધિકારી, તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા પુરવઠા અધિકારી, આરોગ્ય વિભાગ અને ખેતીવાડી વિભાગ સહિતના અધિકારીઓને કામગીરી માટે જરૂરી સૂચનો કર્યા હતા અને કામગીરી માટે ચર્ચા વિચારણા કરી માહિતી મેળવી હતી. જિલ્લામાં કોરોના-19 અંગે તથા વેક્સીનેશન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી વેકસિનેશન પર ભાર મુકતા જણાવ્યું હતું કે, જે કોઈ વેકિસનેશનમાં બાકી હોય તેઓને વેક્સિનેશનમાં આવરી લેવા. લાભાર્થીઓને વેકિસનેશનનો પુરતો લાભ મળી રહે તે માટે જરૂરી કેમ્પ કરવા તથા સરપંચ અને ગામના આગેવાનો સાથે બેઠક કરી બાકી હોય તેમને વેકિસનેશન લેવા માટે જણાવવું. આ ઉપરાંત ત્રીજી વેવની પૂર્વ તૈયારી માટે તત્પર રહેવા વધુમાં જણાવ્યું હતું. વિધવા સહાયનો લાભ લાભાર્થીને સરળતાથી મળી રહે અને દિવ્યાંગ લોકોને શિષ્યવૃત્તિ મળી રહે તે અર્થે તથા ખેતીવાડી વિભાગમાં પાકોના વાવેતરની, રેશનકાર્ડધારકની તેમજ દરેક વિકાસને લગતા કામોની વિગત મેળવી જરૂરી સૂચનો કર્યા હતા અને જિલ્લામાં ચાલી રહેલ વિધવા સહાયની કામગીરીને સચિવ એ બિરદાવી હતી અને બીજી અનેક યોજનાનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે જોવા જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા કલેકટરે જુદાં જુદાં વિભાગની કામગીરીની વિગતોથી અધ્યક્ષ ને વાકેફ કર્યા હતા અને સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પણ જરૂરી સૂચનો કર્યા હતા.આ બેઠકમાં જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211008-WA0622.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *