ભરૂચ
નરેશ પટેલ તેમના ટ્રસ્ટી મંડળ સાથે ભરૂચના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા કેન્દ્ર ખાતે પાટીદાર સમાજની વાડીમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કન્વીનર પંકજ ભુવા સહિત ભરૂચ નર્મદા જિલ્લાના તમામ તાલુકાના કન્વીનરો અલગ અલગ સમાજના પ્રમુખો તેમજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે એકતામાં માં શક્તિ છે. સંગઠન હશે તો આપણે શું ના કરી શકીએ ? સંગઠન હશે તો મહામારી દરમિયાન પણ આપણે લોક ઉપયોગના કાર્યો કરી શકીશું. કોરોના મહામારી દરમિયાન પણ ખોડલધામ ના યોદ્ધાઓ દ્વારા આઈસોલેશન વોર્ડ ઓક્સિજન દવા ફૂડ પેકેટ રાસન કીટ જરૂરિયાત મંદોને પૂરી પાડી છે જે એક સંગઠનની શક્તિ છે. વધુમાં પટેલે યુવાનોને ખાસ જણાવ્યું હતું કે, ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પછી સમાજની જે શક્તિની મુઠ્ઠી અકબંધ રહી છે તેને ખુલવા દેવાની જવાબદારી હવે યુવાનોની છે.ખોડલધામ મંદિર કાગવડ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પુરા થતા ખોડલધામ મંદિર કાગવડ ખાતે પંચમ પાટોત્સવનો મહાઉત્સવ યોજાવાનો છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પાટોત્સવમાં રાજ્યભરમાંથી લેઉવા પાટીદાર સમાજના પરિવારો ઉમટી પડવાના છે. જેના આમંત્રણ દરેક પરિવાર સુધી પહોંચે તેવા આશય સાથે ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ રાજ્યભરમાં પ્રવાસ કરી આમંત્રણ આપી રહ્યા છે.


