Gujarat

ભારતીયોની સરેરાશ ઊંચાઈમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે

રાજકોટ
પૂર્વોત્તરના રહેવાસીઓની હાઈટ ઓછી હોય તેવું માનવામાં આવે છે પણ હકીકતે તેમની ઊંચાઈમાં વધારો નોંધાઈ રહ્યો છે. જ્યાં દરેક રાજ્યના પુરુષોની ઊંચાઈ ઘટી છે તેવામાં ૧૫થી ૨૫ વયજૂથમાં મેઘાલયમાં ૧૫૭.૩૭ સેમી સાથે ૧.૫૭નો વધારો આવ્યો છે. આ ઉપરાંત મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમ તેમજ ઉત્તરમાં હિમાચલપ્રદેશમાં પણ ઊંચાઈ વધી છે. જાેકે આમ છતાં હજુ પણ પૂર્વોત્તરના રહેવાસીઓની સરેરાશ ઊંચાઈ ગુજરાતી કરતાં ૨થી ૪ સેમી કરતાં ઓછી છે.વ્યક્તિની ઊંચાઈ તેના જીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. ઊંચાઈની એક મર્યાદા કરતાં જાે અડધો સે.મી. કરતાં પણ હાઈટ ઓછી હોય તો ઘણી જગ્યાએ કારકિર્દી પણ બનતી નથી જેમ કે ડિફેન્સ ભરતી. હવે જમાનો આધુનિક બનતા લોકોની ખરીદશક્તિ વધી છે તેથી જ વિશ્વના ઘણા દેશોમાં લોકોની સરેરાશ ઊંચાઈ અને સરેરાશ ઉંમરમાં વધારો નોંધાયો છે. પણ, ભારતમાં આ ગણતરી ઊંધી પડી છે અને લોકોની સરેરાશ ઊંચાઈમાં ઘટાડો થયો હોવાનું જેએનયુના રિસર્ચર કે. કે. ચૌધરી, સયન દાસ અને પ્રાચીનકુમાર ઘોડાજ્કરના રિસર્ચમાં સામે આવ્યું છે. રિસર્ચ કરવા માટે નેશનલ ફેમિલી એન્ડ હેલ્થના ૧૯૯૮થી ૨૦૧૫ સુધીમાં થયેલા ૩ સરવેને આધાર બનાવ્યો હતો. મહિલાઓની ઊંચાઈ માટે સરવે -૨(૧૯૯૮-૯૯), સરવે-૩(૨૦૦૫-૦૬) અને સરવે-૪ (૨૦૧૫-૧૬) જ્યારે પુરુષોની ઊંચાઈ માટે સરવે-૨ અને સરવે-૩ની સરખામણી કરાઈ છે તેમાં પણ બે વયજૂથ ૧૫થી ૨૦ વર્ષ અને ૨૬થી ૫૦ વર્ષ લેવાયાં છે. આ બધા સરવેનો સાર કાઢતા ભારતીયોની સરેરાશ ઊંચાઈમાં પુરુષોમાં ૧.૧૦ સેમી(૯૫ ટકા સીઆઈ) જેટલો ઘટાડો આવ્યો છે જ્યારે મહિલાની ઊંચાઈ સરવે ૩માં વધી હતી જ્યારે સરવે-૪માં ફરી ઘટી છે. ગુજરાતી પુરુષોની ઊંચાઈ ૦.૯૫ સેમી ઘટી ગઈ છે. પુરુષોની ઊંચાઈ દરેક કેટેગરી જેમ કે, ધર્મ, જાતિ, ઉંમર અને વેલ્થ ઈન્ડેક્સમાં ઘટી છે જ્યારે મહિલાઓમાં દરેક કેટેગરીમાં પરિણામો અલગ અલગ રહ્યાં છે. જેમ કે ગરીબવર્ગની મહિલાઓની ઊંચાઈ સતત ઘટતી રહી છે જ્યારે શ્રીમંત વર્ગમાં ઊંચાઈમાં વધારો નોંધાયો છે જ્યારે આદિવાસી વિસ્તારમાં રહેતી મહિલાઓની ઊંચાઈ સૌથી વધુ ઘટી છે. ગુજરાતની બાબતમાં પણ અન્ય ભારતીય પુરુષોની જેમ સરેરાશ ઊંચાઈ ૦.૯૫ સેમી જેટલી ઘટી છે જ્યારે ગુજરાતી મહિલાઓની ઊંચાઈમાં ૧.૨૦ સેમી જેટલો વધારો જાેવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *