મુંબઇ , તા.૨૯
ભારે વરસાદને લીધે ઘનગાંવ ખાતે માંજરા ડેમ છલકાતા ડેમના ૧૮ દરવાજા ખુલ્લા કરી દેવાયા હતા. જેથી બીડ જિલ્લાના કેટલાક ગામડામાં પાણી ભરાતા પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. એમ આ સિવાય અન્ય જિલ્લામાં સતર્ક રહેવાની સૂચના આથોરીટીએ આપી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મરાઠાવાડા વિસ્તારમાં વરસી રહેલા મૂશળધાર વરસાદને લીધે હાહાકાર મચી ગયો હતો. મૂશળધાર વરસાદને લીધે નદીમાં પૂર આવતા ૧૦ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. યવતમાળ ખાતે એક એસ.ટી.ની બસ તણાઇ જતા એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ જણ લાપત્તા છે. જ્યારે લાતુર જિલ્લામાં એક ડઝનથી વધુ પૂરના લીધે ફસાઇ જતાં તેઓને સરકારી યંત્રણાએ બચાવી લીધા હતા. એમ અધિકારીએ જણાવ્યું હતું. આ સિવાય અનેક ઘરોને નુકસાન થયું હતું. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું. ૨૦૦થી વધુ ઢોરો તણાઇ ગયાહોવાનું જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું. મરાઠાવાડા જેવો વિસ્તારોમાં મોટો ભાગે દુષ્કાળગ્રસ્ત હોય છે. પણ રવિવાર અને સોમવારે તોફાની વરસાદમાં ૨૦૦ જેટલા ઢોરો તણાઇ ગયા હતા. અને અનેક ઘરોને નુકસાન પહોંચ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. યવતમાળ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે આવેલા પૂરનો અંદાજ ન આવતા રાજ્ય પરિવહન વિભાગની બસ નાળાના બ્રિજ પરથી પસાર થતી હતી. તે પૂરના પાણીમાં વહી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ જણ લાપત્તા છે. આ ઘટના આજે સવારે ૮ વાગ્યે ઉમરખેડથી બે કિ.મી. અંતરે આવેલા દહાગાંવ પુલ પર થઇ હતી. આ એસ.ટી. મહામંડળની સેમી લકઝરી બસ નાંદેડથી નાગપુર જઇ રહી હતી. આ બસમાં ચાર પ્રવાસી હતા. શહેરથી બે કિ.મી.ના અંતરે આવેલા દહાગાવ નાળાના પુલ પરથી પુરનું પાણી ખૂબ જ જાેરથી વહી રહ્યુ ંહતું. તેના પરથી બસ પસાર થતી હતી. ત્યારે પૂરના પાણીમાં તણાઇ ગઇ હતી. આ બસ પુલથી ૫૦થી ૬૦ ફૂટ અંતર પર વૃક્ષમાં અટકી પડી હતી.


